જીતુભાઈ મોહનભાઈ કુહાડાનું વાણંદ સમાજ યુવા સંગઠન દ્વારા સન્માન કરાયું
ગીર સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સન્માન કાયૅકમ યોજાયો હતો. વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી મુકામે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખશ્રી તરીકે સતત ૨૧ મી વખત
વેરાવળ ખાતે સન્માન


ગીર સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે સન્માન કાયૅકમ યોજાયો હતો. વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી મુકામે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખશ્રી તરીકે સતત ૨૧ મી વખત બિનહરીફ ચૂંટાવા બદલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ને વાણંદ સમાજ યુવા સંગઠન ના પ્રમુખ જતીનભાઈ માવધીયા , ઉપ - પ્રમુખ ગોપાલભાઈ માવધીયા, મનોજભાઈ માવધીયા, હરેશભાઇ માવધીયા, મયુરભાઈ માવધીયા, મિલન ભાઈ ભટ્ટી, અલ્કેશ ભાઈ ચુડાસમા દ્વારા પુષ્પ ગુચ્છ અને હાર તોરા કરી ને જીતુભાઇ કુહાડા નું સન્માન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande