સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ સોમવાર શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તિનો મહાસાગર જોવા મળી રહ્યો હતો ત્યારે સવારે 4:00 વાગ્યાથી ભક્તો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા ભક્તજનો દ્વારા શિવનામ રટણ કરતા હજારો ભાવિકો સોમનાથ દાદાના દર્શન કરી ધન્ય અનુભવી હતી. ખાસ કરીને આજે પવિત્ર શ્રાવણ માસનો બિજો સોમવાર હોય અને સોમનાથ સાનિધ્યે શિવભક્તો ન પહોંચે તેવું તો શક્ય જ નથી.આજરોજ શ્રાવણના બિજા સોમવારને પગલે શિવભક્તોનું ઘોડાપુર સોમનાથ સાનિધ્યે ઉમટ્યું હતું અને વહેલી સવારથી દર્શનાર્થીઓની કતાર લાગી હતી.વહેલી સવારે 4 કલાકે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવતા જ મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ