એંઠોર ગામે ભવ્ય શિવકથા મહોત્સવ: 5 થી 11 ઓગસ્ટ સુધી ધાર્મિક ભક્તિનો મહાપર્વ
મહેસાણા, 4 ઓગસ્ટ (હિ.સ.): ઉંઝા નજીક આવેલા એંઠોર ગામના સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર ખાતે આવતીકાલથી શ્રી શિવકથામૃતનો આરંભ થવાનો છે. આ ભવ્ય શિવકથા તારીખ 5 ઑગસ્ટથી 11 ઑગસ્ટ 2025 સુધી યોજાશે. શ્રી ગણપતિ મંદિર સંસ્થા દ્વારા આ શિવકથાનું આયોજન કરવામાં આવ્યું
એંઠોર ગામે ભવ્ય શિવકથા મહોત્સવ: 5 થી 11 ઑગસ્ટ સુધી ધાર્મિક ભક્તિનો મહાપર્વ


એંઠોર ગામે ભવ્ય શિવકથા મહોત્સવ: 5 થી 11 ઑગસ્ટ સુધી ધાર્મિક ભક્તિનો મહાપર્વ


મહેસાણા, 4 ઓગસ્ટ (હિ.સ.): ઉંઝા નજીક આવેલા એંઠોર ગામના સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિર ખાતે આવતીકાલથી શ્રી શિવકથામૃતનો આરંભ થવાનો છે. આ ભવ્ય શિવકથા તારીખ 5 ઑગસ્ટથી 11 ઑગસ્ટ 2025 સુધી યોજાશે. શ્રી ગણપતિ મંદિર સંસ્થા દ્વારા આ શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે 2:30 થી સાંજે 7:00 વાગ્યા સુધી શિવકથા સંભળાવવામાં આવશે. ભક્તો માટે મંદિર ટ્રસ્ટ અને પ્રમુખ દ્વારા સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં વિશાળ વોટરપ્રૂફ પંડાળ, બેઠકો, પાર્કિંગ અને સેવાવાળો ટીમ પણ શામેલ છે.

આ કથામાં અનુભવી અને લોકપ્રિય વ્યાસપીઠ પંડિત પંકજભાઈ જોષી કથાવાચન કરશે. હજારો ભક્તો ભગવાન શિવની કથાનું અમૃતરસ સાંભળવા માટે ઉમટી પડશે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં આ શિવકથા ભક્તો માટે એક આધ્યાત્મિક અનુભવ બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande