સિદ્ધપુરમાં મહિલાએ પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી
પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરની એક મહિલાએ પોતાના પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ માનસિક ત્રાસ અને અપશબ્દો બોલવાનો આરોપ લગાવી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, મહિલાની સાસુ વારંવાર તેણીને રસોઈ બનાવવામાં નિપુણતા ન હોવાનું કહીને અપમાનિત
સિદ્ધપુરમાં મહિલાએ પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી


પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરની એક મહિલાએ પોતાના પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ માનસિક ત્રાસ અને અપશબ્દો બોલવાનો આરોપ લગાવી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, મહિલાની સાસુ વારંવાર તેણીને રસોઈ બનાવવામાં નિપુણતા ન હોવાનું કહીને અપમાનિત કરતી હતી અને એક જ નોકરી કરતી હોવાનું કહીને ઘરકામ અંગે ટકોરા કરતી હતી.

જ્યારે મહિલાએ આ અંગે પતિને વાત કરી, ત્યારે પતિએ પણ કોઈ સમર્થન આપ્યું નહીં અને કહેલું કે, “મારે મમ્મી કહે તેમ કરવું પડશે, નહિતર તારા પપ્પાના ઘરે જતી રહે,” તેમ કહી અપશબ્દો બોલ્યા હતા.

આ ઉપરાંત, નણંદ પણ ઘરે આવીને મહિલાને તે જ રીતે અપમાનિત કરતી હતી. ત્રણેય જણાએ મળીને ફરિયાદી મહિલાને સતત માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ છે. મહિલાની ફરિયાદ આધારે મહિલા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande