ખેડૂતો માટે મેઢાક્રિકે ડેમ માંથી સિંચાઈનું પાણી છોડાયું
પોરબંદર, 4 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતા મગફળીના પાક માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ખેડૂતો દ્વારા થયેલી રજૂઆત અનુસંધાને ધારાસભ્ય એ સરકારમાં ભલામણ કરીને મેઢાક્રીક ડેમમાંથી પાણી છોડાવતા ધરતીપુત્રો અને રાહત થઈ છે અને તેમન
ખેડૂતો માટે મેઢાક્રિકે ડેમ માંથી સિંચાઈનું પાણી છોડાયું.


ખેડૂતો માટે મેઢાક્રિકે ડેમ માંથી સિંચાઈનું પાણી છોડાયું.


ખેડૂતો માટે મેઢાક્રિકે ડેમ માંથી સિંચાઈનું પાણી છોડાયું.


ખેડૂતો માટે મેઢાક્રિકે ડેમ માંથી સિંચાઈનું પાણી છોડાયું.


પોરબંદર, 4 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાઈ જતા મગફળીના પાક માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ખેડૂતો દ્વારા થયેલી રજૂઆત અનુસંધાને ધારાસભ્ય એ સરકારમાં ભલામણ કરીને મેઢાક્રીક ડેમમાંથી પાણી છોડાવતા ધરતીપુત્રો અને રાહત થઈ છે અને તેમના સૂકાતા પાકને નવું જીવન મળ્યું છે. પોરબંદર જીલ્લા માં વરસાદ ખેંચાતા મેઢાક્રિક ડેમ ની આજુબાજુ ના કમાન્ડ એરિયા માં આવતા ખેડૂતો એ.મેઢાક્રિકમાં થી પાણી છોડવા ની માંગણી કરી હતી. મિયાણી, ભાવપરા, ટુકડા, વડાળા, સહિતના ગામના સરપંચઓ એ અને ભાજપના આગેવાને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, અને પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાને મેઢાક્રિક ડેમ માથી પાણી છોડવા માંગણી કરી હતી.

ધારાસભ્યએ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્યના સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું ધ્યાન દોરીને મેઢાકડીક ડેમ માંથી પાણી છોડવાની ખેડૂતો વતી માંગ કરી હતી જેથી કુંવરજીભાઈ બાવળીયાના હુકુમ અનુસંધાને સિંચાઈ વિભાગના અધિકારીઓ એ મેઢાક્રિક ડેમમાંથી કેનાલોમાં પાણી છોડવાનો હુકમ કર્યો હતો. જેના અનુસંધાને સિંચાઈ વિભાગના મદદનીશ ઈન્જીનીયર મીતાશાબેન ઓડેદરાની ઉપસ્થિતિમાં ભાજપ આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, મિયાણીના સરપંચ જેઠાભાઈ ઓડેદરા, ભાવપરાના સરપંચ નાથભાઈ ઓડેદરા, વડાળાના સરપંચ દુદાભાઈ મોઢવાડિયા અને મિયાણી આગેવાન રાજુભાઈ ઓડેદરા, વિનુભાઈ રાજાણી, મોટી સંખ્યમાં ખેડૂતોની હાજરીમાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું.આ પાણી છોડવામાં આવતા ખેડૂતોની નજર સામે સૂકા તો પાક બચી જશે અને તેથી વડાળા, ભાવપરા, મિયાણી અને ટુકડાના ખેડૂતોએ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો આભાર માન્યો હતો તથા ખરા સમયે મદદરૂપ બનવા બદલ સરકારનો પણ આભાર માન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાઈ ગયો છે અને ખેડૂતોની નજર સામે જ મગફળીનો મહામૂલો પાક સુકાઈ રહ્યો છે તેથી પાણી છોડવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોને લાભ થશે તેથી તેમના હૈયે ધરપત થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande