જામનગર: લાલપુર તાલુકાના હરીપર ગામમાં વ્યસન મુકિત અંગે સેમિનાર યોજાયો
જામનગર, 4 ઓગસ્ટ (હિ.સ.): જામનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નૂપુર પ્રસાદ ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ સેલ જામનગરની ટીમ દ્વારા લાલપુર તાલુકાના હરીપર ગામમાં એમ.પી.શાહ માધ્યમિક શાળા માં તમાકુ વિરોધી જાગૃતી કાર્યક્રમ નું આયોજન કરવામાં
સેમિનાર


જામનગર, 4 ઓગસ્ટ (હિ.સ.): જામનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નૂપુર પ્રસાદ ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ સેલ જામનગરની ટીમ દ્વારા લાલપુર તાલુકાના હરીપર ગામમાં એમ.પી.શાહ માધ્યમિક શાળા માં તમાકુ વિરોધી જાગૃતી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં તમાકું થી થતાં નુકસાન વિષે બાળકોને માહિતગાર કરવામાં આવ્યાં તેમજ તમાકું અધિનિયમ-2003 અંતર્ગત કાયદા વિષે અને વ્યસન મુક્તિ વિષે માર્ગદર્શન અપાયું હતું. તેમજ વકતૃત્વ સ્પધો, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરી ને બાળકોને ઈનામ વિતરણ અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો. જિલ્લા આઈ.ઈ.સી અધિકારી નીરજ મોદી તથા ટોબેકો કાઉન્સેલર નજમાબેન દ્વારા બાળકોને વ્યસન મુક્તિ વિષે માર્ગદર્શન આપ્યુ હતું, તેમજ શાળાને તમાકુ મુક્ત એજ્યુકેશન ઇન્સ્ટ્યૂટેશન કરવા માટેની કામગીરી કરવામા આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande