જામનગર, 4 ઓગસ્ટ (હિ.સ.) : કાલાવડની વ્રજકુંવર બેન કન્યા શાળા ખાતે ગઈકાલે એક ટ્રસ્ટનું શુભારંભ કરાવવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ જિલ્લા તેમજ તાલુકાના અનેક મહાનુભાવો જોડાયા હતા. દરમિયાન સ્કૂલની આજુબાજુમાં ગંદકીના ઠેર ઠેર ઢગ જોવા મળતા તેમજ ગટર નાલા છલકાતા હોય સ્થાનિકોને પાણીમાં ચાલવા મજબૂરી હોય તે જોઈને કાલાવડ નગરપાલિકાના સત્તાધીશોને એવું લાગ્યું કે આ ગંદકી જોઈને કોઈ નેતા તેમને કહેશે અથવા તો ક્લાસ લેશે એટલે સ્થાનિક સત્તાધિશો દ્વારા જ્યાં જ્યાં ગંદકી તેમજ ગટરના ગંદા પાણી રસ્તા પર વહેતા હતા ત્યાં મંડપ સર્વિસ વાળા પાસે કાપડ મરાવીને ગંદકીને દાબવાનો પ્રયત્ન કર્યો હતો.
છેલ્લા એક માસ જેટલા સમયથી આ લતાવાસીઓ હર વખતે રજૂઆત લઈને નગરપાલિકાએ પહોંચતા હોય અને મૌખિક પણ ઘણી વખત રજૂઆત કરવા છતાં તંત્રમાંથી કોઈ સાંભળવા જ તૈયાર નથી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે અને સ્થાનિકો દ્વારા તો તેવું પણ કહેવામાં આવ્યું છે કે નગરપાલિકાના વહીવટ જ અમુક નગરપાલિકા બહારના લોકો ચલાવી રહ્યા છે હાલ અત્યારે લતાવાસીઓને ભયંકર માંદગી આવે તો નવાઈ નહીં તેવું પણ વિચારી રહ્યા છે.
કોઈ સ્થાનિક લોકો અથવા નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કંઈ પણ બોલવા તૈયાર નથી તંત્રને રજૂઆત કરે છે પણ તંત્ર કોઈનું સાંભળવા તૈયાર પણ નથી જે પોતાની મનમાની ચાલે છે વ્રજકુંવરબેન કન્યા શાળાની આજુબાજુના લોકો ત્રાહિમામ છે આ લતા ની આજુબાજુમાં બીજી પણ પ્રાથમિક શાળાઓ આવેલી છે જો તંત્ર સફાઈમાં નિષ્ફળ રહેશે તો લોકોમાં કેટલી માંદગી હશે તે તો હવે આવનારો સમય જ બતાવશે જો નગરપાલિકા દ્વારા પોતે સંચાલન કરે તો આમાંથી સ્થાનિકોનો કંઈક બચાવ થાય તેવું પણ લોકોનું કહેવું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT