વિસાવદર તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા નિયમ અનુસાર તપાસ
જુનાગઢ 4 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસરે જણાવ્યું હતું કે વિસાવદર તાલુકામાં પુરવઠા તંત્રના અધિકારી કર્મચારીઓની તપાસમાં માંગનાથ પીપળી, કાકચીયાળા અને મોટી પિંડાખાઈ ગામની સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરતા ત્રણ દુકાનોમાં જેટલો જથ્થો હોવો જો
વિસાવદર તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા નિયમ અનુસાર તપાસ


જુનાગઢ 4 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસરે જણાવ્યું હતું કે વિસાવદર તાલુકામાં પુરવઠા તંત્રના અધિકારી કર્મચારીઓની તપાસમાં માંગનાથ પીપળી, કાકચીયાળા અને મોટી પિંડાખાઈ ગામની સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરતા ત્રણ દુકાનોમાં જેટલો જથ્થો હોવો જોઈએ તેનાથી ઓછો જથ્થો માલુમ પડતા આ ત્રણ દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગરસરે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર ના માર્ગદર્શન હેઠળ સસ્તા અનાજની દુકાનોમાં નિયમ અનુસાર નિયમિતપણે તપાસો પણ કરવામાં આવે છે. આધાર બેજ વેરિફિકેશન ગ્રાહકને તે ના મોબાઈલમાં મળે છે. આ બાબતે ગ્રાહક ટોલ ફ્રી નંબર ૧૯૭૬ ઉપર ફરિયાદ પણ નોંધાવી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લોકોને સસ્તા અનાજનો પુરવઠો નિયમ અનુસાર મળે અને જથ્થો મોકલવામાં આવે ત્યારે પારદર્શકતા જળવાઈ રહે તેવી વ્યવસ્થા પણ નિયત કરવામાં આવી છે. ગોડાઉનમાંથી જથ્થો રવાના કરવામાં આવે તે અંગે સીસીટીવી અને વાહન ના ગેટ પાસ અને જથ્થો દુકાન સુધી પહોંચે ત્યાં સુધી જીપીએસ સિસ્ટમથી ટ્રેકિંગ પણ કરવામાં આવે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વિસાવદર તાલુકામાં માધ્યમોમાં જોવા મળેલી રજૂઆતો ફરિયાદો અંગે જિલ્લા તંત્ર દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી રહી છે અને છ ટીમો બનાવવામાં આવી છે 300 લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. આ અંગે તપાસમાં ગેરરીતિ માલુમ પડશે તો આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ અને અન્ય નિયમ અનુસાર કાર્યવાહી પણ કરવામાં આવશે.

જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે રજૂઆતો અંગે જરૂરી તપાસ કરવામાં આવી રહી છે અને પ્રાંત અધિકારી સી.પી હિરવાણીયા તેમજ પુરવઠા ઇન્સ્પેક્ટર અને સંબંધીત અધિકારી કર્મચારી પણ આ અંગે કાર્યવાહી કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande