જૂનાગઢ 4 ઓગસ્ટ (હિ.સ.) હાલમાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાં નારી વંદન ઉત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તે અંતર્ગત જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા, બેટી બચાઓ બેટી પઢાઓ દિવસની ઉજવણી આંબેડકર કન્યા છાત્રાલય ખાતે કરવામાં આવી હતી.
જેમાં કિશોરી મેળો કાર્યક્રમ યોજાયો હતો. છાત્રાલયની કિશોરીઓ સાથે પોષણ, મેન્સ્ટ્રુઅલ હાઈજીન, કિશોર અવસ્થાના પ્રશ્નો, રાજ્ય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજના અને કાયદાકીય માહિતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં DHEW, OSCની ટીમ, શિક્ષક ગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ