અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે, શ્રાવણ માસના સોમવારે  ૧૮ કિલો વજનનું શુદ્ધ ચાંદીનું થાળુ, દાન ભેટમાં અર્પણ કરવામાં આવ્યું.
અંબાજી 04 ઓગસ્ટ (હિ. સ) દાતા દ્વારા કોટેશ્વર ગૌશાળા ખાતે રૂ.૧,૦૧,૦૦૧( રૂ એક લાખ એક હજાર એક)નું દાન પણ આપવામાં આવ્યું. કોટેશ્વર મહાદેવ મંદિર પ્રકૃતિના સૌન્દર્યમાં સરસ્વતી નદીના કિનારે આવેલ પાવન સ્થળ છે. માં સરસ્
Koteshvar ma 18 kilo chandi bhet


Koteshvar ma 18 kilo chandi bhet


અંબાજી

04 ઓગસ્ટ (હિ. સ) દાતા દ્વારા કોટેશ્વર ગૌશાળા ખાતે

રૂ.૧,૦૧,૦૦૧( રૂ એક લાખ એક હજાર એક)નું દાન

પણ આપવામાં આવ્યું. કોટેશ્વર મહાદેવ મંદિર પ્રકૃતિના

સૌન્દર્યમાં સરસ્વતી નદીના કિનારે આવેલ પાવન સ્થળ છે. માં સરસ્વતી નદીનું ઉદ્દગમ

સ્થાન છે અને શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌશાળાનું સંચાલન પણ કરવામાં આવે છે. આજ રોજ દાતાશ્રી દ્વારા

પોતાના સપરિવાર સાથે કોટેશ્વર મંદિરના ચોકમાં શિવ રુદ્ર યજ્ઞ, પૂજન અર્ચન કરી વિધિ વિધાન સાથે

ચાંદીનું થાળું દેવાધિદેવ મહાદેવના ચરણોમાં જડીત કરેલ છે.

આ ચાંદીના થાળાથી

શિવલિંગની શોભામાં અનેકગણો વધારો થયો છે. અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક

કલેકટર કૌશિક મોદીએ, દાન સ્વીકારી દાતાનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande