લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાગનાથથી ભોજલધામ સુધી પદયાત્રાનું ભવ્ય આયોજન
અમરેલી, 4 ઓગસ્ટ (હિ.સ.) લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના આહવાન પર શહેરના નાગનાથ મહાદેવ મંદીરથી ફતેપુર ભોજલધામ સુધી ભવ્ય પદયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો અને સમગ્ર યાત્રા ભક્તિભાવ
લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાગનાથથી ભોજલધામ સુધી પદયાત્રાનું ભવ્ય આયોજન


અમરેલી, 4 ઓગસ્ટ (હિ.સ.) લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના આહવાન પર શહેરના નાગનાથ મહાદેવ મંદીરથી ફતેપુર ભોજલધામ સુધી ભવ્ય પદયાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો અને સમગ્ર યાત્રા ભક્તિભાવ અને સમર્પણના માહોલ વચ્ચે પાર પાડી હતી.

ધાર્મિક સંસ્કાર, સામૂહિક એકતા અને સમાજના નવી પેઢીને આધ્યાત્મિક વારસો પરિચિત કરાવવાનો ઉદ્દેશ રાખી યોજવામાં આવી હતી. યાત્રાની શરૂઆત નાગનાથ મહાદેવ મંદિરે પૂજન-અર્ચન અને ધ્વજારોહણ સાથે થઈ હતી. તદનંતર ભક્તોએ હરિભજન અને ધર્મસંવાદ સાથે ભોજલધામ તરફ દઈ પદયાત્રા આરંભી હતી.

આ પવિત્ર પ્રસંગે લોકચિંતક અને સમાજસેવી ડૉ. ભરત કાનાબાર, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા અને મનીષભાઈ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન અને આશીર્વાદ રૂપ ભાષણોથી યાત્રામાં ઉમંગ અને ભાવના બંનેનો સંચાર થયો હતો. ઉપરાંત, શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ, યુવા કાર્યકરો તથા વડીલોએ પણ પદયાત્રામાં ઊર્જાવાન ઉપસ્થિતિ નોંધાવી હતી.

યાત્રા દરમિયાન માર્ગમાં વિવિધ સ્થળોએ ભોજન, પાણી અને આરામ માટે વ્યવસ્થાઓ પણ રાખવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોના લોકોએ પણ પદયાત્રીઓનું સ્વાગત કરી અથિથિસત્કાર કરાયો હતો, જે સમગ્ર યાત્રાને વધુ ભાવવાહી બનાવી ગયો.

આ પદયાત્રા માત્ર એક ધાર્મિક પગલાં નથી, પણ સમાજને સંસ્કાર, એકતા અને સમાજસેવા તરફ દોરી જતી મજબૂત કડી તરીકે સાબિત થઈ છે. લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના જવાબદારોએ જણાવ્યું કે આગામી સમયમાં વધુ આ પ્રકારના સામૂહિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી સમાજમાં એકતા, સહકાર અને આધ્યાત્મિક જાગૃતિ વધે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande