મોડાસા, 4 ઓગસ્ટ (હિ.સ.)
રાધીવાડ પ્રા. શાળાના બાળકોને પૂર્વ સરપંચ સ્વ. હરિશંકર ઉપાઘ્યાય અને માતૃશ્રી લક્ષ્મીબાની સ્મૃતિ માં તમામ બાળકો ને પોષક ભોજન કરાવાયું હતું અને વોટર બેગ પણ અનિતા નિખિલેશ ઉપાઘ્યાયના હસ્તે આપવામાં આવી હતી. આ વેળાએ શાળાના સીઆર સી મનહરસિંહ ,આચાર્ય મહેન્દ્રસિંહ, શિક્ષકગણ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ