રક્ષાબંધન નિમિતે NSS વિદ્યાર્થીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી આપી અનોખી શુભકામનાઓ
પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.): સરકારી ઈજનેરી કોલેજ પાટણના એન.એસ.એસ. સ્વયંસેવકોએ રક્ષાબંધન તહેવારને અનોખી રીતે ઉજવ્યો. 2 ઑગસ્ટના રોજ તેઓ પાટણ શહેરના એ-ડિવિઝન, બી-ડિવિઝન, ગોલાપુર પોલીસ સ્ટેશન અને એસ.પી. ઓફિસ જેવા ચાર મુખ્ય પોલીસ સ્ટેશનો પર પહોંચ્યા હતા. અહીં ત
રક્ષાબંધન નિમિતે NSS વિદ્યાર્થીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી આપી અનોખી શુભકામનાઓ


પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.): સરકારી ઈજનેરી કોલેજ પાટણના એન.એસ.એસ. સ્વયંસેવકોએ રક્ષાબંધન તહેવારને અનોખી રીતે ઉજવ્યો. 2 ઑગસ્ટના રોજ તેઓ પાટણ શહેરના એ-ડિવિઝન, બી-ડિવિઝન, ગોલાપુર પોલીસ સ્ટેશન અને એસ.પી. ઓફિસ જેવા ચાર મુખ્ય પોલીસ સ્ટેશનો પર પહોંચ્યા હતા. અહીં તેમણે દિનરાત જાહેર સુરક્ષામાં તહેનાત રહેલા પોલીસ અધિકારીઓને રાખડી બાંધી અને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી. વિદ્યાર્થીઓએ આ કાર્ય દ્વારા એક મહત્વપૂર્ણ સંદેશો આપ્યો કે “જાહેર સુરક્ષા માટે તહેનાત જવાનો પણ આપણા પરિવારનો જ ભાગ છે.” તેઓએ તેમના માટે રાખડી બાંધીને સમાજમાં એક માનવિય અને સહાનુભૂતિપૂર્ણ નમૂનો રજૂ કર્યો. તહેવારનો ભાવ અને જનસેવાનું સમર્પણ આ કાર્યક્રમમાં સ્પષ્ટપણે જોવા મળ્યું.

આ પવિત્ર તહેવાર NSS સ્વયંસેવકો માટે માત્ર પરંપરા સુધી મર્યાદિત રહ્યો નહીં, પરંતુ તેમણે તેને સેવા અને જવાબદારી સાથે જોડ્યો. રક્ષાબંધનના ધાગા સાથે સમાજ માટેના કર્તવ્યનો સંકલ્પ સાથે, આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. કોલેજના આચાર્ય અને એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસરનું તેમાં મહત્વનું યોગદાન રહ્યું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande