શાળાની દુર્દશા સામે વાલીઓએ તાળાબંધી કરી, ભવિષ્યમાં આંદોલનની ચીમકી
અમરેલી, 4 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામની પ્રાથમિક શાળાની ખરાબ હાલતને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આજે વાલીઓએ શાળાની તાળાબંધી કરી દીધી હતી. શાળાની ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં છે. ચાલતા વરસાદમાં છાપરાઓમાંથ
શાળાની દુર્દશા સામે વાલીઓએ તાળાબંધી કરી, ભવિષ્યમાં આંદોલનની ચીમકી


અમરેલી, 4 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામની પ્રાથમિક શાળાની ખરાબ હાલતને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આજે વાલીઓએ શાળાની તાળાબંધી કરી દીધી હતી.

શાળાની ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં છે. ચાલતા વરસાદમાં છાપરાઓમાંથી પાણી ટપકતું હોવાથી વિદ્યાર્થીઓ ભયના માહોલમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. અમુક વાલીઓએ પોતાની માંગ રજૂ કરતાં જણાવ્યું કે, “અમે અમારા બાળકોને ભણાવવા માટે શાળામાં મોકલીએ છીએ, પણ આવા ખતરનાક માહોલમાં ભણવા મોકલીએ કે નહિ તે વિચારવું પડે છે.”

વાલીઓના જણાવ્યા મુજબ, શાળામાં ન તો યોગ્ય રીતે પાથરણાં છે, ન બેસવાની સુવિધા છે અને શિક્ષણની ગુણવત્તા પણ નિમ્ન સ્તરે છે. બાળકો કઈ ન આવડતું હોવાનો સીધો આક્ષેપ વાલીઓએ કર્યો છે. શાળાના ઓરડાઓમાં સરસામાન પલળી રહ્યો છે અને પાલિકા કે શિક્ષણ વિભાગ તરફથી કોઈ નિરાકરણ અપાયતું નથી.

વાલીઓએ તાળાબંધી સાથે તંત્રને ચેતવણી આપી છે કે, જો આગામી દિવસોમાં યોગ્ય કામગીરી નહિ થાય તો તેઓ ધરણા, આવેદનપત્રો અને વધુ આંદોલનના માર્ગે જશે.

અપેક્ષા છે કે તંત્ર તરત કડક પગલાં ભરી શાળાના ભાવિ માટે યોગ્ય નિવારણ લાવશે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande