હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પી.એચ.ડી. વાઈવા પરીક્ષા શરૂ: 838 ઉમેદવારો થશે સામેલ
પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે પીએચડી વાઈવા પરીક્ષાની શરૂઆત આજે થઈ છે, જે 6 ઓગસ્ટ સુધી ચાલશે. પીએચડી પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલા તેમજ નેટ/સ્લેટ પાસ ઉમેદવારો આ વાઈવા પરીક્ષા આપી રહ્યા છે. પીએચડી પરીક્ષાના કોઓ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પીએચડી વાઈવા પરીક્ષા શરૂ: 838 ઉમેદવારો થશે સામેલ


પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે પીએચડી વાઈવા પરીક્ષાની શરૂઆત આજે થઈ છે, જે 6 ઓગસ્ટ સુધી ચાલશે. પીએચડી પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલા તેમજ નેટ/સ્લેટ પાસ ઉમેદવારો આ વાઈવા પરીક્ષા આપી રહ્યા છે. પીએચડી પરીક્ષાના કોઓર્ડિનેટર ડૉ. આશિષભાઈ પટેલના જણાવ્યા અનુસાર, યુનિવર્સીટી દ્વારા 2025/26 માટે પીએચડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ વાઈવા પરીક્ષામાં કુલ 26 વિષયોના 838 ઉમેદવારો ઉપસ્થિત રહેશે. તેમાં સૌથી વધુ 196 ઉમેદવારો એકાઉન્ટ અને કોમર્સ વિષયના છે. યુજીસીના નિયમો અનુસાર, તજજ્ઞોની કમિટી દ્વારા દરેક ઉમેદવારની વિષય પરની સમજ અને જ્ઞાનની ચકાસણી કરવામાં આવી રહી છે. આજે પ્રથમ દિવસે સાયન્સ, કોમર્સ અને આર્ટસના વિષયોની વાઈવા યોજાઈ છે. જેમાં 170થી વધુ ઉમેદવારો હાજર રહ્યા છે. સાયન્સ અને કોમર્સ વિષયોની પરીક્ષા હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં અને આર્ટસ વિષયોની બીબીએ ભવન ખાતે યોજાઈ છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ પરીક્ષા સંશોધન ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande