પોરબંદર, 4 ઓગસ્ટ (હિ.સ.): જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ-જુગારની ગે.કા. પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા અને વધુમા વધુ કેસો શોધી કાઢવા કરેલ સૂચના અનુસંધાને એલ.સી.બી. પો.ઈન્સ. આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન એએસઆઈ ગોવિંદભાઈ મકવાણા તથા હેડ કોન્સ. સલીમભાઈ પઠાણ તથા જીતુભાઈ દાસાને મળેલ હકીકત આધારે, બરડા ડુંગર ઉપલા ગંડીયાવાળાનેશથી પશ્ચિમે આશરે એક કી.મી દુર ડુંગરના પેટાળમાં આરોપી ઉમેશ રામાભાઈ મોરી સંચાલીત દેશી દારૂની ભઠ્ઠી પર રેઈડ કરવામાં આવી હતી.
આ રેઈડ દરમિયાન દેશી પીવાનો દારૂ લી. 55, 60 લીટર દારૂ ભરેલા કેરબો, દેશી દારૂ બનાવવાનો આથો 1000 લીટર, 200 લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ-પાંચ અને બોઈલર બેરલ નંગ-૨ તથા ૨૦૦ લીટરના પતરાના ફિલ્ટર બેરલ નંગ-2, 200 લીટરનું પાણી ભરેલ પતરાનું બેરલ નંગ-1, પતરાના ખાલી ડબ્બા નંગ-30 તથા તાંબાની ગુંચળા આકારની નળી નંગ-૨ મળી કુલ કિં. રૂા. 41, 270/- નો મુદામાલ મળી આવ્યો હતો, જ્યારે આરોપી ઉમેશ રામાભાઈ મોરી હાજર નહીં મળી આવતા તેના વિરૂદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya