પોરબંદર મનપાને લોકમેળા માંથી અંદાજે 2 કરોડ ની આવક થશે
પોરબંદર, 4 ઓગસ્ટ (હિ.સ.)છ પોરબંદરવાસીઓ મેળાની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. હવે જન્માષ્ટમીના મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પોરબંદર મહાનગર બન્યા બાદ સૌ પ્રથમ વખત અધિકારીઓન માર્ગદર્શન હેઠળ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ખાણી-પીણીના સ્ટોલ, વિવિધ
પોરબંદર મનપાને લોકમેળા માંથી અંદાજે 2 કરોડ ની આવક થશે


પોરબંદર, 4 ઓગસ્ટ (હિ.સ.)છ પોરબંદરવાસીઓ મેળાની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. હવે જન્માષ્ટમીના મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પોરબંદર મહાનગર બન્યા બાદ સૌ પ્રથમ વખત અધિકારીઓન માર્ગદર્શન હેઠળ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ખાણી-પીણીના સ્ટોલ, વિવિધ રાઇડ્રડ્સ, ફૂડ ઝોન સહીતની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અને મહાનગરપાલિકાને રૂ. 2 કરોડની આવક થઇ હોવાનુ જાણાવા મળી રહ્યુ રહ્યુ છે. પોરબંદરના ચોપાટી મેદાન ખાતે પાંચ દિવસનો લોકમેળો યોજાશે અને રોજ રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે, પોરબંદર તેમજ આસપાસના જીલ્લાના લોકો પણ મેળાની મજા માણવા માટે આવી પહોંચશે પોરબંદર મનાપા દ્રારા મેળાને લઈ રક્ષા બંધન બાદ તૈયારી શરૂ કરી દેવામા આવશે જોકે મેળાને લઈ પોરબંદર મનપાની તિજોરીમા છલકાય છે અને અંદાજે બે કરોડની આવક થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande