પોરબંદર, 4 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરના બગવદર પોલીસ મથકમાં થયેલી ચોરીના ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો. જેને ઝડપી પાડવા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ સુચનાને આધારે એસ.ઓ.જી. પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે આ ગુનાનો આરોપી સોમનાથ ખાતે તેના વતને છે. જે બાતમીના આધારે પોલીસે સોમનાથ પહોંચી મંદીર ચોરીના ગુન્હાના લાલશાહીથી નાસ્તા-ફરતા આરોપી કનુભાઈ ભીખુભાઈ ભાલીયાને અટક કરી કુતિયાણા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપી આપ્યો હતી.
આ કામમાં એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર વાય.જી.માથુકીયા, પોલીસ ઈન્સપેક્ટર પી. ડી. જાદવ,એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, દિપકભાઈ ડાકી, રવિન્દ્રભાઈ ચાંઉ તથા પો.હેડ.કોન્સ. મોહિતભાઈ ગોરાણીયા, ભરતસિંહ ગોહીલ, ભીમાભાઈ ઓડેદરા, હરદાસભાઈ ગરચર, દિલીપભાઈ મોઢવાડીયા, સરમણભાઈ ખુંટી, ગીરીશભાઈ વાજા તેમજ ચંદ્રસિંહ જાડેજા રોકાયેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya