પાટણમાં દૂષિત પાણીની સમસ્યા ઊભી, કોર્પોરેટરે ચીફ ઓફિસરને રજુઆત કરી
પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં છેલ્લા 25 દિવસથી દૂષિત, પીળાશ પડતું અને વાસ મારતું પાણી પુરું પાડી શકાય છે તેવી સમસ્યા સર્જાઈ છે, જેને લઈને નાગરિકો ખૂબ જ પરેશાન છે. શહેરમાં આવતું પાણી પીવાનું લાયક નથી અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર ઊભી થઈ છે. આ મ
પાટણમાં દૂષિત પાણીની સમસ્યા ઊભી, કોર્પોરેટરે ચીફ ઓફિસરને રજુઆત કરી


પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં છેલ્લા 25 દિવસથી દૂષિત, પીળાશ પડતું અને વાસ મારતું પાણી પુરું પાડી શકાય છે તેવી સમસ્યા સર્જાઈ છે, જેને લઈને નાગરિકો ખૂબ જ પરેશાન છે. શહેરમાં આવતું પાણી પીવાનું લાયક નથી અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર ઊભી થઈ છે.

આ મુદ્દે કોર્પોરેટર ભરત ભાટિયાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે. તેમણે જણાવ્યું કે હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને નાગરિકોને ધાર્મિક કાર્યો તથા પૂજા-પાઠ માટે શુદ્ધ પાણીની તાતી જરૂર છે.

ભાટિયાએ નગરપાલિકાની માલિકીના હયાત બોરમાંથી દરરોજ એકવાર પીવાના તેમજ ધાર્મિક ઉપયોગ માટે શુદ્ધ પાણી આપવાની વ્યવસ્થા કરવાની વિનંતી કરી છે. તેમજ દૂષિત પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande