સુરત, 4 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી એક સોસાઈટની અંદર એક મકાનના ધાબા ઉપર ધમધમતા જુગારધામ અંગે માહિતી મળતા પોલીસે જુગારધામ ઉપર દરોડા પાડીનેે સ્થળ પરથી જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડયા હતા. તેમજ મોબાઈલ અને રોકડ મળી 72 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવુતીઓને નેસ્તનાબુદ કરવાની દિશામાં પુણાગામ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ચામુંડાનગર સોસાયટીમાં આવેલા એક મકાનના ધાબા ઉપર ધમધમતા જુગારધામ ઉપર દરોડા પાડયા હતા.અને સ્થળ પરથી જુગાર રમતા પાંચ જુગારીઓ પ્રકાશ મથુરભાઈ જાલોધરા ( રહે- માં ખોડીયાર રેસીડેંસી, માન સરોવર ગોડાદરા ), કલ્પેશ મગનભાઈ વાણીયા ( રહે -ચામુંડા રેસીડેંસી,સિતાનગર પાસે પુણાગામ ), સંજય બાધાભાઈ જાલોધરા ( રહે- શિવશક્તી સોસાયટી, વરાછા ), અક્ષય મગનભાઈ વાળા ( રહે -સંતોષીકૃપા સોસાયટી વિક્રમનગરની પાછળ પુણાગામ ) અને અશોક માધુભાઈ જીંજાળા (રહે -ચામુંડા સોસાયટી સિતાનગર ચાર રસ્તા પુણાગામ ) ને ઝડપી પાડયા હતા,તેમજ સ્થળ પરથી પાંચ મોબાઈલ ફોન તથા રોકડ મળી કુલ્લે 72 હજારનો મુદદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે