પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.): રાધનપુર ખાતે 2 ઑગસ્ટ, 2025ના રોજ એસ.એસ.સી. 1984 બેચના વિદ્યાર્થીઓએ ભદ્ર સાધના ખાતે રી-યુનિયનનું આયોજન કર્યું હતું. મુંબઈ, સુરત, અમદાવાદ, પાટણ અને અન્ય શહેરોમાંથી 21 મિત્રો તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા. મળનારી મિત્રો સવારે 11 વાગ્યે ભદ્ર સાધનામાં એકત્રિત થયા અને અભ્યાસ સમયના ગોળ સંસ્મરણો તાજા કર્યા. બપોરે વિદ્યાર્થીઓએ ગોધાણા વીડની મુલાકાત લીધી અને વીડ સહાય યોજના હેઠળ 1,31,000 રૂપિયાનું આર્થિક સહયોગ આપ્યો. તેઓએ વીડના વિવિધ પ્રોજેક્ટોની સ્થળ પર જઈ માહિતી મેળવી. ત્યારબાદ સાંજે મહેશભાઈ ઠક્કરના જલારામ ફાર્મ ખાતે ગ્રાન્ડ ડિનર યોજાયું, જ્યાં રાધનપુરના સંસ્મરણો ફરીથી જીવંત થયા અને ભવિષ્યના કાર્યક્રમોની ચર્ચા થઈ.
3 ઑગસ્ટના દિવસે હિતેશભાઈ વારૈયાની કાજુ ફેક્ટરી તથા રાજેશભાઈ ચોકસીના કેશવ પાર્ટી પ્લોટની મુલાકાત લેવાઈ. બપોરે રાઘવજી પાર્ટી પ્લોટ ખાતે લંચના આયોજન સાથે કાર્યક્રમનો સમાપન થયો. રી-યુનિયનમાં કુલ 25થી વધુ મિત્રો હાજર રહ્યા હતા, જેમણે 1975માં બ્રાંચ શાળામાં અભ્યાસ શરૂ કરી, 1984માં એસ.એસ.સી. પરીક્ષા પૂર્ણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર