રાપર અને વાગડના ગામોમાં વરસાદી માહોલ, ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા
ભુજ - કચ્છ, 4 ઓગસ્ટ (હિ.સ.) સોમવારે સવારે પૂર્વ કચ્છના રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘસવારી આવી પહોંચી હતી. ક્યાંક ઝરમર તો ક્યાંક વરસાદ ના ઝાપટા વરસ્યા હતા. રાપર શહેરના માર્ગ પરથી પાણી વહી નિકળ્યા હતા. ગરમીમાં રાહત મળી હતી. વાવેતરને
રાપર શહેર સહિતના ભાગોમાં વરસાદ


ભુજ - કચ્છ, 4 ઓગસ્ટ (હિ.સ.) સોમવારે સવારે પૂર્વ કચ્છના રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘસવારી આવી પહોંચી હતી. ક્યાંક ઝરમર તો ક્યાંક વરસાદ ના ઝાપટા વરસ્યા હતા. રાપર શહેરના માર્ગ પરથી પાણી વહી નિકળ્યા હતા. ગરમીમાં રાહત મળી હતી.

વાવેતરને ફાયદો થઇ શકે

સખત ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા વરસતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. અગાઉ વરસાદના લીધે વાગડ વિસ્તારના રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસુ પાકનુ વાવેતર કરવામા આવ્યું હતું પરંતુ અપુરતા વરસાદના લીધે પાક મુરઝાઈ રહ્યો હતો ત્યારે વરસાદના ઝાપટા કેટલાક અંશે ફાયદાકારક બની શકે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande