'નારી વંદન સપ્તાહ' અંતર્ગત રાખી મેળા: મહિલા આત્મનિર્ભરતાનો શણગાર
મહેસાણા, 4 ઓગસ્ટ (હિ.સ.): તા. 01થી 08 ઓગસ્ટ 2025 દરમિયાન રાજ્યભરમાં નારી વંદન સપ્તાહની ઉજવણી થાય છે. આ અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ અને જી.એલ.પી.સી. દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 04.08.2025ના રોજ ઉજવાયેલા મહિલા સ્વાવલંબન દિવસે રાજ્યના
'નારી વંદન સપ્તાહ' અંતર્ગત રાખી મેળા: મહિલા આત્મનિર્ભરતાનો શણગાર

'નારી વંદન સપ્તાહ' અંતર્ગત રાખી મેળા: મહિલા આત્મનિર્ભરતાનો શણગાર

'નારી વંદન સપ્તાહ' અંતર્ગત રાખી મેળા: મહિલા આત્મનિર્ભરતાનો શણગાર

'નારી વંદન સપ્તાહ' અંતર્ગત રાખી મેળા: મહિલા આત્મનિર્ભરતાનો શણગાર

મહેસાણા, 4 ઓગસ્ટ (હિ.સ.): તા. 01થી 08 ઓગસ્ટ 2025 દરમિયાન રાજ્યભરમાં નારી વંદન સપ્તાહની ઉજવણી થાય છે. આ અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ અને જી.એલ.પી.સી. દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 04.08.2025ના રોજ ઉજવાયેલા મહિલા સ્વાવલંબન દિવસે રાજ્યના 8 મથકો પર રાખી મેળાનું આયોજન થયું જેમાં 31 સ્વ-સહાય જૂથોએ ભાગ લીધો.

સખી મંડળોની મહિલાઓએ રાખડીઓ, મિઠાઈઓ, ગિફ્ટ આર્ટિકલ્સ જેવી ચીજવસ્તુઓનું વેચાણ કર્યું. જીલ્લા મથક ખાતે થયેલા ઉદ્ઘાટનમાં હર્ષનિધિબેન શાહ અને રણજીતસિંહ પરમાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રાખી મેળા દ્વારા ગ્રામિણ મહિલાઓને પોતાની કળા અને ઉત્પાદન માટે વ્યાવસાયિક મંચ મળી રહેતાં આત્મવિશ્વાસ વધ્યો છે અને આત્મનિર્ભરતા તરફનો મજબૂત પગથિયો સાબિત થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande