વિસનગરમાં સ્વચ્છતા કર્મચારીઓ માટે યોજાઇ સુરક્ષા અને સશક્તિકરણ શિબિર
મહેસાણા, 4 ઓગસ્ટ (હિ.સ.): વિસનગર તાલુકામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને ઉન્નતિ સંસ્થા દ્વારા ગ્રામ્ય સ્વચ્છતા કર્મચારીઓ માટે વિશેષ તાલીમ શિબિર યોજાઈ. આ શિબિરનો મુખ્ય હેતુ સફાઈ કામદારોના કાર્યક્ષેત્રમાં સુરક્ષા સુનિશ્ચિત કરવો અને તેમના જીવન ધોરણમાં સુ
વિસનગરમાં સ્વચ્છતા કર્મચારીઓ માટે સુરક્ષા અને સશક્તિકરણ શિબિર


વિસનગરમાં સ્વચ્છતા કર્મચારીઓ માટે સુરક્ષા અને સશક્તિકરણ શિબિર


વિસનગરમાં સ્વચ્છતા કર્મચારીઓ માટે સુરક્ષા અને સશક્તિકરણ શિબિર


વિસનગરમાં સ્વચ્છતા કર્મચારીઓ માટે સુરક્ષા અને સશક્તિકરણ શિબિર


મહેસાણા, 4 ઓગસ્ટ (હિ.સ.): વિસનગર તાલુકામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને ઉન્નતિ સંસ્થા દ્વારા ગ્રામ્ય સ્વચ્છતા કર્મચારીઓ માટે વિશેષ તાલીમ શિબિર યોજાઈ. આ શિબિરનો મુખ્ય હેતુ સફાઈ કામદારોના કાર્યક્ષેત્રમાં સુરક્ષા સુનિશ્ચિત કરવો અને તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો હતો. કાર્યક્રમમાં કર્મચારીઓને ગટર, ટાંકી જેવી જોખમી જગ્યા પર કામ કરતી વખતે પીપીઇ કીટનો યોગ્ય ઉપયોગ શીખવાડવામાં આવ્યો. સાથે આરોગ્ય અને સ્વચ્છતા જાળવવા પર ખાસ ભાર મૂકાયો.

શિબિરમાં સાવચેતિકતા સાથે સાથે કર્મચારીઓના સામાજિક સશક્તિકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. શ્રુતિબેન સોલંકી અને કિરણબેન પટેલે મનોબળ, આધુનિક કામગીરી પદ્ધતિઓ, તથા રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ વિશે વિસ્તૃત માહિતી આપી. ખાસ કરીને શૌચાલય યોજના અંગે માર્ગદર્શન આપતાં લાભાર્થીઓના નામની નોંધણી પણ કરાઈ. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ઉન્નતિ સંસ્થાના અધિકારીઓ સહિત વિસનગર તાલુકાના વિવિધ ગામોના સ્વચ્છતા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દ્વારા કર્મચારીઓને માનવ અધિકાર, સુરક્ષા અને સન્માનભેર જીવવા માટેની દિશામાં નવી પ્રેરણા મળી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande