જામનગરમાં આવાસની 24 દુકાનોનું વેંચાણ : કોર્પોરેશનને રૂ. 2.67 કરોડની આવક થઈ
જામનગર, 4 ઓગસ્ટ (હિ.સ.): જામનગર મહાનગર પાલિકા દ્વારા આવાસ યોજનામાં નિર્માણ કરાયેલી દુકાનોના વેચાણ માટે હરરાજી કરવામાં આવી હતી. જેમાં 24 દુકાન નું વેચાણ થતા રૂ. 2 કરોડ 67 લાખ ની આવક થવા પામી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્
હરરાજી


જામનગર, 4 ઓગસ્ટ (હિ.સ.): જામનગર મહાનગર પાલિકા દ્વારા આવાસ યોજનામાં નિર્માણ કરાયેલી દુકાનોના વેચાણ માટે હરરાજી કરવામાં આવી હતી. જેમાં 24 દુકાન નું વેચાણ થતા રૂ. 2 કરોડ 67 લાખ ની આવક થવા પામી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતની અલગ અલગ આવાસ યોજનાઓમાં આવેલ કુલ 92 દુકાનો ની જાહેર હરરાજી બે વખત કરવામાં આવી છે. જેમાં પ્રથમ પ્રયત્ન તા-04/07/2025 ના રોજ કુલ 92 દુકાનોની જાહેર હરરાજી જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી ના આદેશ અનુસાર સ્લમ શાખા દ્વારા કરવામા આવી જેમા 70 થી વધુ લોકોએ ભાગ લીધો અને બેડી આવાસમા કુલ 23 દુકાનોમાંથી 03 દુકાનો,મયુરનગર વિસ્તારમાં આવેલ 04 દુકાનોની જાહેર હરરાજી બાકી રહેલ છે.

એમ.પી.શાહ ઉધોગનગર આવાસમા બાકી રહેલ 01 દુકાન અને ગોલ્ડન સીટી પાસેના 544 આવાસમા ગ્રાઉન્ડ ફ્લોરમા 27 દુકાનોમાંથી 23 અને પ્રથમમાળમાં 37 દુકાનોમાંથી 17 એમ કુલ 44 દુકાનોની જાહેર હરરાજીથી વેચાણ થયેલ છે. જેથી જામનગર મહાનગરપાલિકાને આ પ્રથમ તબક્કામાં 92 દુકાનો પૈકી 44 દુકાનોના વેચાણથી અપસેટ પ્રાઈઝ રૂ. 4.49 કરોડની સામે રૂ. 6.25 કરોડની વેચાણ કીમત મળેલ છે. પ્રથમ પ્રયત્નમાં બાકી રહેલ 48 દુકાનોની જાહેર હરરાજી માટે બીજો પ્રયત્ન તા.01-08-2025 ના રોજ એમ.પી. શાહ ટાઉનહોલના બેઝમેન્ટ ગેલેરીમાં સવારે 10 કલાકે રાખવામાં આવેલ. જેમાં અંદાજે 45 જેટલા અરજદારો આ જાહેર હરરાજીમાં ભાગ લીધો હતો. જેમાં ગોલ્ડન સીટી પાસે આવેલ ગ્રાઉન્ડ અને ફર્સ્ટ પર પ્રથમ પ્રયત્નમાં બાકી રહેલી 24 દુકાનોનું જાહેર હરરાજી થી વેચાણ થયેલ છે.

જેથી જામનગર મહાનગરપાલિકાને આ બીજા તબક્કામાં 48 દુકાનો પૈકી 24 દુકાનોના વેચાણથી અપસેટ પ્રાઈઝ રૂ. 2 કરોડની સામે રૂ. 2.67 કરોડની વેચાણ કીમત મળેલ છે. જયારે મયુરનગર આવાસમાં આવેલ હાલે બાકી રહેલ 04 દુકાનો અને બેડી આવાસ યોજનામાં આવેલ બાકી રહેલ 20 દુકાનો મળીને 24 દુકાનો માટે જાહેર હરરાજી માં અરજદારો મળેલ નથી જેની જાહેર હરરાજી માટે ફરીથી પ્રયત્ન કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande