શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ સિહોર ખાતે ભવ્ય આયોજન કરાયું
ભાવનગર 4 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા દ્વારા શક્તિકેન્દ્ર સંયોજકોના માટેનું વિશેષ પ્રશિક્ષણ વર્ગ સિહોર ખાતે આવેલ મોર્ડન સ્કૂલ ખાતે યોજાયું. ઉલ્લેખનીય છે કે આ પ્રશિક્ષણ વર્ગમાં સિહોર શહેર તથા તાલુકો, વલ્લભીપુર શહેર અને તાલુકા તેમજ ઉમ
શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ  સિહોર ખાતે ભવ્ય આયોજન કરાયું


ભાવનગર 4 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા દ્વારા શક્તિકેન્દ્ર સંયોજકોના માટેનું વિશેષ પ્રશિક્ષણ વર્ગ સિહોર ખાતે આવેલ મોર્ડન સ્કૂલ ખાતે યોજાયું. ઉલ્લેખનીય છે કે આ પ્રશિક્ષણ વર્ગમાં સિહોર શહેર તથા તાલુકો, વલ્લભીપુર શહેર અને તાલુકા તેમજ ઉમરાળા તાલુકાના કાર્યકરોની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશશ શક્તિ કેન્દ્ર સંયોજકોને પાર્ટીની વિચારધારા, સંગઠનશક્તિ અને ચૂંટણીને ધ્યાને રાખી યોગ્ય માર્ગદર્શન અને કાર્યપદ્ધતિ અંગે માહિતી પૂરું પાડવાનો હતો. વર્ગ દરમિયાન વિવિધ પ્રવક્તાઓ દ્વારા રાજકીય જ્ઞાન, બૂથ વ્યવસ્થાપન, મતદારોની ઓળખ, માઈક્રો મેનેજમેન્ટ અને કાર્યકરો વચ્ચે સંકલન અંગે માહિતી આપવામાં આવી.

જિલ્લા સંગઠનના અગ્રણીઓએ વર્ગમાં હાજરી આપીને શિસ્તબદ્ધ વ્યવસ્થાપન, સમયનું પાલન અને ઉપસ્થિત તમામ કાર્યકરોની જિજ્ઞાસાઓનો નિરાકાર કર્યો. આ પ્રસંગે જિલ્લા પ્રદેશના પ્રભારી તથા અન્ય મુખ્ય અગ્રણીઓએ પક્ષના વિઝન વિશે માર્ગદર્શન આપ્યું અને ભવિષ્યમાં આવનારી ચૂંટણીઓ માટે તૈયાર રહેવા માટે પ્રેરણા આપી.

શિક્ષણ વર્ગમાં હાજર રહેલા સંયોજકો અને કાર્યકરોએ પોતાની અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું કે, આવા વર્ગોથી માત્ર રાજકીય સમજ નહિ પણ કાર્યક્ષમતા પણ વિકસે છે. સમગ્ર કાર્યક્રમ સફળ અને પ્રેરણાદાયી રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande