સુરત, 4 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના પાલ ખાતે જૈન સમાજનું આરાધાના ભાવન આવ્યું છે.જ્યા આજે વહેલી સવારે પહેલા અને બીજા માળ વચ્ચે લિફ્ટ અટકી જતા અંદર સવાર સગર્ભા સહિત છ લોક ફસાય ગયા હતા. જયારે આ ઘટનાને પગલે સ્થળ ઉપર પણ અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત ઉઠાવી તમામને સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલ ખાતે કલ્પપ્રેમ આરાધના ભવન આવેલું છે. દરમિયાન આજે સવારે લગભગ સાઢા આઠેક વાગ્યાના અરસામાં પહેલા અને બીજા માળ વચ્ચે લિફ્ટ ખોટકાઈ ગઈ હતી, જેને કારણે અંદર પ્રફુલ્લભાઈ, ખુશાલભાઈ, મુકેશભાઈ, હેતલબેન અને વછાબેન અંદર ફસાય ગયા હતા. આ ઘટના અંગે જાણ કરવામાં આવતા અડાજણ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. અડધા કલાકમાં ફાયર બ્રિગેડના જવાનો દવારા તમામને સહીસલામત બાહર કાઢી લેવામાં આવ્યા હતા. વધુમાં સબ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે લિફ્ટની અંદર 4 વ્યક્તિઓની કેપેસીટી હતી, જયારે તેની અંદર 6 લોકો સવાર થઇ ગયા હતા. જેને કારણે ઓવર લોડ થવાથી લિફ્ટ વચ્ચે જ અટકી ગઈ હતી. ફસાયેલા લોકોમાં એક સગર્ભા પણ હતી. જોકે તમામ સહીસલામત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે