સ્માર્ટ મીટર વિવાદ: પાટણના ઝીણી પોળમાં રહીશોનો ઉગ્ર વિરોધ, GEB મીટર પાછા લગાવવા મજબૂર
પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.): પાટણના ઝીણી પોળ વિસ્તારમાં લાલા પટેલના મહોલ્લામાં ગુજરાત એનર્જી બોર્ડ (GEB) દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોનો ભારે વિરોધ થયો હતો. રહેવાસીઓ રમેશભાઈ પટેલ અને ભરતભાઈ પટેલે આક્ષેપ કર્યો કે તેમની પરવાનગી વ
સ્માર્ટ મીટર વિવાદ: પાટણના ઝીણી પોળમાં રહીશોનો ઉગ્ર વિરોધ, GEB મીટર પાછા લગાવવા મજબૂર


પાટણ, 4 ઓગસ્ટ (હિ.સ.): પાટણના ઝીણી પોળ વિસ્તારમાં લાલા પટેલના મહોલ્લામાં ગુજરાત એનર્જી બોર્ડ (GEB) દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોનો ભારે વિરોધ થયો હતો. રહેવાસીઓ રમેશભાઈ પટેલ અને ભરતભાઈ પટેલે આક્ષેપ કર્યો કે તેમની પરવાનગી વિના જૂના મીટરો કાઢીને નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હતા, જેના વિરોધમાં મહોલ્લાની જનતા એકઠી થઈ હતી.

સ્થાનિકોએ GEB વિરુદ્ધ હાય રે GEB હાય હાય અને સ્માર્ટ મીટર હટાવો જેવા સૂત્રોચ્ચાર કરતા માંગ ઊભી કરી હતી કે તેમના જૂના મીટર પાછા લગાવવામાં આવે અને સંમતિ વિના કોઈ ફેરફાર ન કરવામાં આવે. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ સંભાળી હતી. ભારે દબાણ વચ્ચે GEBના અધિકારીઓએ લોકોની માંગણી માની લેવી પડી. નયનભાઈ રાવલે જણાવ્યું હતું કે, અત્યારે અમે 10થી 12 મીટર બદલયા હતા. રહીશો વિરોધ કરે છે, તેમ છતાં અમે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હમણા માટે કામ અટકાવ્યું છે, પરંતુ આગામી સમયમાં ફરી મીટર બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સમગ્ર ઘટનાએ GEBની કાર્યપદ્ધતિ પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande