સોમનાથ, 4 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણના બીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રા નીકળી હતી. ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધાનથી સોમનાથ મહાદેવના પ્રતીક શિવલિંગની પૂજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી.
કહેવાય છે કે, પાલખી યાત્રામાં સોમનાથ મહાદેવ, ભક્તોને આશીર્વાદ દેવા પધારે છે અને તેઓને સુખ સમૃદ્ધિ આપીને તેઓના કષ્ટ હરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ