મહેસાણા 4 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઘાઘરેટ ગામના પશુપાલક રાજેશભાઈ પટેલ વર્ષ 2019થી ગીર ગાયનું પાલન કરી રહ્યા છે. હાલ તેઓ પાસે 17 ગાયો છે જેમાંથી 6 દૂધ આપતી ગાયો છે. દૈનિક 25 થી 45 લિટર દૂધનું ઉત્પાદન થાય છે, જે તેઓ ₹150 પ્રતિ લિટરના ભાવે વેચે છે. સાથે જ દર મહિને 20 કિલો ઘી ₹5000 પ્રતિ કિલે વેચે છે. આ સમગ્ર પ્રવૃત્તિથી તેઓને માસિક સરેરાશ ₹2 થી ₹3 લાખની આવક થાય છે.
રાજેશભાઈએ અગાઉ 17 વર્ષ સુધી ડેરીમાં નોકરી કરી હતી અને એગ્રો વ્યવસાય પણ કર્યો છે. હવે તેઓ પશુપાલન સાથે ઓર્ગેનિક ખેતી પણ કરે છે. દૂધદોહન સિદ્ધાંત મુજબ, દૂધનું 50% વાછરડાં માટે રાખવામાં આવે છે. ગાયોને તેઓ જાતે તૈયાર કરેલો ખોરાક આપે છે જેમાં અનાજ, કઠોળ, મેથી, અજમો, ગોળ અને તેલનો સમાવેશ થાય છે. ગાયોનું કામ પોતે જ સંભાળી છે જેથી લેબર ખર્ચો પણ બચે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR