સુરત, 4 ઓગસ્ટ (હિ.સ.)- સમગ્ર રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. સુરત જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિવસની મુખ્ય ઉજવણી પલસાણા તાલુકાના એના ગામ ખાતે કરવામાં આવશે. આ ઉજવણીના સુચારૂ આયોજન અને પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. કલેક્ટરએ વિવિધ વિભાગોના અધિકારીઓને આ ઉજવણી માટેની કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. આ અવસરે પલસાણા તાલુકાની સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવશે. દેશભક્તિનો લગતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું છે.પોલીસ બેન્ડની સુરાવલી સાથે પોલીસ પરેડ પણ થશે.
સ્વાતંત્ર્ય પર્વમાં લોકો વધુમાં વધુ ભાગીદાર બને તે માટે કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મતી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, પ્રાંત અધિકારી સહિતના વિવિધ શાખાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે