મહેસાણા, 4 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા ખાતે આવેલ રંગોળી સ્કૂલમાં તારીખ 03 ઓગસ્ટ, 2025ના રોજ તાલુકા કક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નાલંદા સ્કૂલ, મહેસાણાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લઈ શાળાનું ગૌરવ વધાર્યું હતું.
અભિનય કેટેગરીમાં પ્રજાપતિ નૈના રાજેશભાઈ, અને લોકસંગીત સ્પર્ધામાં રાવલધારા લાલલાભાઈ અને તેમની ટીમએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. શ્રોતાઓની સામે જાદૂઈ રજૂઆતથી તરત જ પ્રભાવિત કરી દીધા હતા અને અંતે તેમણે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. વિદ્યાર્થીઓની સિદ્ધિથી શાળા પરિવાર, શિક્ષકમંડળ તેમજ વાલીગણમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. નાલંદા કૈલાશ કૈલવણી મંડળના પ્રમુખ, મંત્રીઓ, શાળાના આચાર્ય અને તમામ શિક્ષકમિત્રોએ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના ઉત્સાહને વધાર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR