ટાંકીયા ગામ બન્યું કાબરી કાકડીનું હબ, અઢી મહિનામાં મળશે રૂ.85,000 નફો
મહેસાણા, 4 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ટાંકીયા ગામે છેલ્લા 7 થી 8 વર્ષથી ખેડૂતોએ દેશી કાબરી કાકડીની ખેતી શરૂ કરી છે. ચોમાસાની ઋતુમાં વાવેતર થતી આ કાકડી માટે પિયત કે રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી. ટાંકીયા ગામની રેતાળ અને ગોરાડું જમીન
ટાંકીયા ગામ બન્યું કાબરી કાકડીનું હબ, અઢી મહિનામાં મળશે ₹85,000 નફો


ટાંકીયા ગામ બન્યું કાબરી કાકડીનું હબ, અઢી મહિનામાં મળશે ₹85,000 નફો


ટાંકીયા ગામ બન્યું કાબરી કાકડીનું હબ, અઢી મહિનામાં મળશે ₹85,000 નફો


ટાંકીયા ગામ બન્યું કાબરી કાકડીનું હબ, અઢી મહિનામાં મળશે ₹85,000 નફો


મહેસાણા, 4 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ટાંકીયા ગામે છેલ્લા 7 થી 8 વર્ષથી ખેડૂતોએ દેશી કાબરી કાકડીની ખેતી શરૂ કરી છે. ચોમાસાની ઋતુમાં વાવેતર થતી આ કાકડી માટે પિયત કે રાસાયણિક ખાતરની જરૂર પડતી નથી. ટાંકીયા ગામની રેતાળ અને ગોરાડું જમીન આ પાક માટે અનુકૂળ છે. એક વિઘામાં આશરે ₹6,000થી ₹7,000 ખર્ચ થાય છે અને ₹25,000 સુધી વેચાણ થાય છે. ગામના 45 થી 50 ખેડૂતોએ આ ખેતી અપનાવી છે. આ કાકડીનો સ્વાદ મીઠો અને લાઇનવાળી લીલી જાત હોવાને કારણે અમદાવાદના જમાલપુર માર્કેટમાં ₹1,200થી ₹1,800 પ્રતિ મણના ભાવ મળે છે.

કોઈ પણ દવા વગર ઉગતી આ કાકડી ઓર્ગેનિક છે. ખેડૂત નારાયણસિંહ ચૌહાણ જેવા વૃદ્ધ ખેડૂત પણ હવે આ ખેતી તરફ વળ્યા છે. તેમણે કહ્યું કે, કાકડીનું બજારમાં સારો ભાવ મળે છે અને દવા વગરની હોવાથી ગ્રાહકોમાં ડિમાન્ડ પણ વધુ છે.હવે ખેડૂતોએ ટાંકીયા ગામે જ માર્કેટયાર્ડની માંગણી ઊભી કરી છે જેથી જમાલપુર જવાનું થતું ન રહે અને સ્થાનિક સ્તરે જ વેચાણ સરળ બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande