દલખાણીયા ગામની નદીમાં મગરના દેખાવથી ચકચાર, ગ્રામજનોમાં ભયનો માહોલ
અમરેલી, 4 ઓગસ્ટ (હિ.સ.) ધારી તાલુકાના દલખાણીયા ગામે આજે એક ચિંતાજનક ઘટના સામે આવી છે જ્યાં ગામના નજીક આવેલી નદીમાં મગરનો વસવાટ હોવાની માહિતી મળતાં ગામલોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી નદીમાં મગર હોવાના સંકેતો મળતા હોય તેમ, આજે સવારે ગ્
દલખાણીયા ગામની નદીમાં મગરના દેખાવથી ચકચાર, ગ્રામજનોમાં ભયનો માહોલ


અમરેલી, 4 ઓગસ્ટ (હિ.સ.) ધારી તાલુકાના દલખાણીયા ગામે આજે એક ચિંતાજનક ઘટના સામે આવી છે જ્યાં ગામના નજીક આવેલી નદીમાં મગરનો વસવાટ હોવાની માહિતી મળતાં ગામલોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી નદીમાં મગર હોવાના સંકેતો મળતા હોય તેમ, આજે સવારે ગ્રામજનોએ મગરને નજરે જોતા જ સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની માહિતી મળતાની સાથે જ ગ્રામજનો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ વિભાગને જાણ કરવામાં આવી હતી. સુચના મળતાની સાથે જ ફોરેસ્ટ વિભાગના રેસ્ક્યુમાં સંકળાયેલા નાનુભાઈ બ્લોચ તાત્કાલિક દલખાણીયા ગામે દોડી આવ્યા હતા અને નદીની પરિસ્થિતિનું નિકટથી નિરીક્ષણ કર્યું હતું.

અરવિંદભાઈ માલણીયાની જાણ પરથી ઘટના સ્થળે પહોંચેલા નાનુભાઈ બ્લોચે ગામલોકોને મગરના દેખાવથી જીવન જોખમ ન થાય તે માટે જરૂરી સાવચેતીઓ પણ સૂચવી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, “જ્યાં સુધી મગર પકડાઈ નહિ જાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ નદીમાં નાહવા કે કપડાં ધોવા ન જાય તથા બાળકો અને પશુઓને પણ નદીથી દૂર રાખવા સૂચન

વન વિભાગ દ્વારા રેસ્ક્યુની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને મગરને પકડી કાઢવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મગર સામાન્ય રીતે જીવલેણ હુમલો કરી શકે છે, તેથી ગામલોકોએ સહયોગ આપવા અને સૂચના મુજબ વર્તન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

સ્થળ પર હાલ વન વિભાગની ટીમ દોરવણીના કામે તત્પર છે અને મગરના હલનચલન પર નિરંતર નજર રાખી રહી છે. બનાવના પગલે સમગ્ર દલખાણીયા ગામમાં સાવચેતતા વધારવામાં આવી છે.

આ પ્રકારની ઘટનામાં લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેતા વન વિભાગના પ્રયાસો પ્રશંસનીય ગણાય.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande