VNSGU ખાતે અંતર્ગત ‘મહિલા સ્વાવલંબન દિવસ’ની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળો યોજાયો
સુરત, 4 ઓગસ્ટ (હિ.સ.)- ''નારી વંદન ઉત્સવ-૨૦૨૫-સુરત'' અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત આયોજિત મહિલા સ્વરોજગાર મેળામાં રોજગારી પ્રદાન કરતી ૭ કંપનીઓ
Surat


સુરત, 4 ઓગસ્ટ (હિ.સ.)- 'નારી વંદન ઉત્સવ-૨૦૨૫-સુરત' અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત આયોજિત મહિલા સ્વરોજગાર મેળામાં રોજગારી પ્રદાન કરતી ૭ કંપનીઓ અને રોજગારવાંચ્છુ ૨૧૮ મહિલા ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે પૈકી ૧૩૬ ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરાઇ હતી.

યુનિવર્સિટીના રાજચંદ્ર હૉલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ મહિલાઓને પોતાની કળા પારખી પસંદગી અનુસાર રોજગાર કરવા અને આત્મનિર્ભર બનવા હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે, કોઈ પણ સમાજ કે રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓ મહત્વનો ભાગ ભજવે છે. તેથી સ્ત્રી શિક્ષણને પ્રાધાન્ય આપવું જરૂરી છે. શાળા-કોલેજમાં ભણતી દીકરીઓને ઉચ્ચ શિક્ષણ લેવાની સાથે સંજોગોવશાત અધૂરા રહી ગયેલા અભ્યાસને પણ અભ્યાસ પૂર્ણ કરી આર્થિક ઉપાર્જન કરવા પ્રોત્સાહન આપ્યું હતું. સરકારની વિવિધ શિક્ષણ, રોજગાર સહિતની યોજનાઓનો લાભ લઈ સમાજમાં ઉપયોગી થવા અને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી હતી.

મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસરશ્રી વિપુલભાઇએ મહિલાલક્ષી કાયદાઓ અને યોજનાઓની જાણકારી આપી યોજનાઓનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. આ વેળાએ મહાનુભાવોના હસ્તે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી રહેલી મહિલાઓનું મેમેન્ટો દ્વારા સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કે.વી.લકુમ, ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર સ્મિતાબેન પટેલ, રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર હોનકભાઈ અને ચાંદનીબેન, VNSGUના દર્શનભાઈ પુરોહિત, પીબીએસસીના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande