પાટણ, 5 ઓગસ્ટ (હિ.સ.)સિધ્ધપુર તાલુકાના એક ગામની 18 વર્ષ 7 માસની યુવતી સાથે દુષ્કર્મનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગામના કલ્પેશ નામના યુવકે તેને પ્રેમના બંધનમાં બાંધી, શારીરિક સંબંધ બાંધ્યા હતા. બંનેની મુલાકાત બે વર્ષ પહેલા થઈ હતી અને ત્યારબાદ મોબાઈલ મેસેજ અને ફોન પર વારંવાર વાતચીત થતી રહી હતી.
યુવતીના કહેવા પ્રમાણે, મળવા જતાં કલ્પેશ તેનો શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરતો હતો. યુવતીના ઇનકાર છતાં આરોપીએ તેને ધમકી આપી અને અનૈતિક સંબંધ બાંધતા રહેલો. યુવતીની સગાઈની વાતચીત શરૂ થતાં બંનેએ છૂટા થવાનું નક્કી કર્યું હતું, છતાં કલ્પેશ તેને ઈન્સ્ટાગ્રામ અને ફોન દ્વારા ફરીથી દબાણ કરતો રહ્યો.
આ સમગ્ર મામલે યુવતીએ પરિવારને જાણ કર્યા બાદ સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસએ કલ્પેશ સામે ભારતીય ન્યાય સંહિતા BNS 64(2), 351(3) તથા પોક્સો એક્ટની કલમ 5(એલ), 6 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર