ખાંભામાં યુવતીની આત્મહત્યાના કેસમાં મોટો ખુલાસો, બે આરોપીઓની ધરપકડ
અમરેલી 5 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લા ખાંભા તાલુકામાં થયેલા યુવતીના આત્મહત્યાના મામલામાં પોલીસ દ્વારા મહત્ત્વપૂર્ણ કામગીરી કરતા મોટા રેકેટનો ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હ
ખાંભામાં યુવતીની આત્મહત્યાના કેસમાં મોટું ખુલાસો બે આરોપીઓની ધરપકડ


અમરેલી 5 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લા ખાંભા તાલુકામાં થયેલા યુવતીના આત્મહત્યાના મામલામાં પોલીસ દ્વારા મહત્ત્વપૂર્ણ કામગીરી કરતા મોટા રેકેટનો ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાંથી બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસમાં બંને આરોપીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પકડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વધુ પુછપરછ ચાલી રહી છે. આ ઘટનાને પગલે મોટા રેકેટની શક્યતા અનુમાનવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

16 જુલાઈએ ભૂમિકાએ આત્મહત્યા કરી હતી, જેને લઇને પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમાં સુસાઇડ નોટ મળી આવી હતી અને જેમાં મેમ્બરશીપ ના નામે વિશ્વાસમાં લઈ અને ટેલિગ્રામ મારફતે યુવકો દ્વારા ૨૫ લાખ જેટલી મોટી રકમ ચાઉ કરી ગયા હતા, જેના કારણે આ યુવતીએ આત્મહત્યા કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ મામલે આરોપી પુષ્કર રાજ ધર્મેન્દ્રભાઈ ની મધ્યપ્રદેશથી અને રોહિત ઉર્ફે ઝોન રામચંદ્રાણીની રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે.

આ અંગે ડીવાયએસપી નયના ગોરડીયા એ જણાવ્યું હતું કે, મૃતક જ્યોતિષ સોશિયલ મીડિયાના ટેલિગ્રામ માં એક જનરલ સંપર્કમાં આવી હતી, જેમાં આરોપીએ શરૂઆતમાં યુવતીને વળતર આપીને વિશ્વાસમાં રહેતી હતી. જે બાદ પ્રીમિયમ અને મેમ્બરશીપ સહિતના અલગ અલગ બહારના બતાવીને મોટી રકમ પડાવી હતી. જે બાદ વળતર ન મળતા, યુવતી પર દેવું થઈ જતા તેને આત્મહત્યા કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande