ગીર સોમનાથ 5 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. છેવાડાના ગામોમાં અને નેસ વિસ્તારમાં આરોગ્ય સેવા આપતા જિલ્લાના નાનાવડા, સેમરવાવ, રસૂલપરા, રંગપુર, બેડિયાને રાષ્ટ્રીય કક્ષાનો એન.ક્યૂ.એ.એસ (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો છે.
ગુણવત્તા, જ્ઞાન કૌશલ્ય ઇન્ફેકશન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ, દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા સબબ નાનાવડા, સેમરવાવ, રસૂલપરા, રંગપુર, બેડિયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરનારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નાનાવડા, સેમરવાવ, રસૂલપરા, રંગપુર, બેડિયાને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ (NQAS) પ્રોગ્રામ હેઠળ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેન્દ્રની કામગીરીના મૂલ્યાંકન બાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
આ તમામ ગામોના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી આરોગ્ય સુવિધાઓ સહિત ગુણવત્તાયુક્ત કામગીરી બદલ પસંદગી થઈ છે. આરોગ્યલક્ષી સેવાઓનું બારીકાઈથી મૂલ્યાંકન કરી તેનો અહેવાલ ભારત સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સારા એવો સ્કોર મેળવી નાનાવડા, સેમરવાવ, રસૂલપરા, રંગપુર, બેડિયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને નેશનલ લેવલનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવવામાં ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆ, આર.સી.એચ.ઓ ડો.અરુણ રોય, ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.એચ.ટી.કણસાગરા, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.દિવ્યેશ ગોસ્વામી, જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામ, તાલુકા હેલ્થ ઓફિસર તથા તમામ આરોગ્ય સ્ટાફનું બહુમૂલ્ય યોગદાન છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ