ભારતમાતા કી જય ના ઘોષ સાથે એક નિવૃત્ત આર્મી જવાન નુ ભવ્ય સ્વાગત કરાયું
ગીર સોમનાથ 5 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના લીલી નાઘેર એવા કોડીનાર પંથકના દુદાણા ગામના પનોતા પુત્ર હવાલદાર રામસિંહભાઈ દુલાભાઈ રાઠોડ માં ભોમની સેવામાં પોતાના જીવનના ૨૪ વર્ષ અર્પણ કરી ભારતીય સેના સેવા નિવૃત્ત થઈ પોતાના વતન પરત આવતા હવાલદાર રામસિંહ
આર્મી જવાન નુ ભવ્ય સ્વાગત કર્યું


ગીર સોમનાથ 5 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના લીલી નાઘેર એવા કોડીનાર પંથકના દુદાણા ગામના પનોતા પુત્ર હવાલદાર રામસિંહભાઈ દુલાભાઈ રાઠોડ માં ભોમની સેવામાં પોતાના જીવનના ૨૪ વર્ષ અર્પણ કરી ભારતીય સેના સેવા નિવૃત્ત થઈ પોતાના વતન પરત આવતા હવાલદાર રામસિંહભાઈ રાઠોડ ના પરિવાર તથા ગામજનો માં ખૂબ જ હર્ષનો માહોલ જોવા મળ્યો હતો. અને આ પ્રસંગે તેઓના સ્વાગત માટે સમસ્ત દુદાણા ગામ એ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ તેમજ કોડીનાર તાલુકાનું તથા ગીર સોમનાથ જિલ્લાના તમામ રાષ્ટ્ર પ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહપૂર્વ ભાગ લીધેલ અને આ સન્માન રેલીમાં આશરે ૪૦૦ થી ૫૦૦ બાઈક તથા ૧૦૦૦ જેટલા રાષ્ટ્રભક્તો જોડાયા હતા અને આ સન્માન યાત્રા સોમનાથ એકેડેમી કોડીનાર ખાતેથી શરૂ થઈ કોડીનાર પાણી દરવાજા છારા ઝાપા થઇ દુદાણા પહોંચી હતી અને ત્યાં ગ્રામજનોએ તથા શાળાના ભૂલકાઓએ ભારતમાતા કી જય ના ઘોષ સાથે એક નિવૃત્ત આર્મી જવાન નુ ભવ્ય સ્વાગત કર્યું હતું દુદાણા ગ્રામજનો સાથો સાથ કોડીનાર તાલુકા ના અન્ય સમાજના આગેવાનો દ્વારા નિવૃત્ત જવાનને પોતાના ત્યાગ અને બલિદાન માટે સન્માન પત્ર તથા મોમેન્ટો એનાયત કરવામાં આવેલ હતા . જય બદલ નિવૃત્ત જવાન દ્વારા દુદાણા ગામના તમામ નાગરિકો તથા ગીર સોમનાથ જિલ્લાની તમામ રાષ્ટ્ર પ્રેમી જનતાનો આભાર વ્યક્ત કરેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande