કોડીનાર મીતિયાજ ગામનો આવકારદાયક નિર્ણય, ગ્રામ પંચાયત લોકોના કામ માટે રાત્રિના સમયે કાર્યરત રહેશે
ગીર સોમનાથ 5 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું મિતિયાજ ગામ તેના નવનિયુકત સરપંચ દ્વારા લેવાયેલા એક ક્રાંતિકારી નિર્ણયને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેઓએ ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોના હિત ને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત કચેરીને
કોડીનાર મીતિયાજ ગામનો આવકારદાયક નિર્ણય, ગ્રામ પંચાયત લોકોના કામ માટે રાત્રિના સમયે કાર્યરત રહેશે


ગીર સોમનાથ 5 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું મિતિયાજ ગામ તેના નવનિયુકત સરપંચ દ્વારા લેવાયેલા એક ક્રાંતિકારી નિર્ણયને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેઓએ ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોના હિત ને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત કચેરીને રાત્રિના સમયે પણ ખુલ્લી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અન્ય ગ્રામ વિસ્તારો માટે પણ પ્રેરણાદાયક છે.

મિતિયાજ ગામે આજથી દરરોજ રાત્રે. ૮.૩૦ થી ૧૦ વાગ્યા સુધી ગ્રામ પંચાયતની ઓફિસ ખુલ્લી રહેશે આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, ગ્રામજનો અને ખેડૂતો દિવસ ભર મજૂરી કામ અને ખેતીવાડીના કાર્યોમાં વ્યસ્ત રહેતા હોય છે. તેમને દિવસ દરમિયાન પંચાયત સંબંધીત કામગીરી માટે સમય મળી શકતો નથી સરપંચ ના પગલાથી હવે તેઓ પોતાના દિવસ ભરના કામ બાદ પણ પંચાયત ની સેવાઓનો સરળતાથી લાભ લઇ શકશે.

આ નવી વ્યવસ્થા થી ગ્રામજનો અને ખેડૂતોને અનેક સરકારી યોજનાઓનો લાભ લેવામાં તથા તેમની સમસ્યાઓના નિરાકરણમાં ઘણી મદદ મળશે. ગામના સરપંચ સુરપાલસિંહ બારડે જણાવ્યું કે આ રાત્રી સેવા દરમિયાન વિધવા સહાય, વૃદ્ધાવસ્થા પેન્શન, આરોગ્ય લક્ષી યોજનાઓ, આધારકાર્ડ, રેશનકાર્ડ જેવી તમામ પ્રકારની યોજનાઓ સંબંધીત કામગીરી થઈ શકશે. આ ઉપરાંત ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો જેવા કે જમીન સંબંધીત મુદ્દાઓ, સરકારી સહાય કે ખેતીવાડી સંબંધીત અન્ય કોઈપણ બાબતે નિરાકરણ મેળવી શકશે.

ગ્રામજનો એ જણાવ્યું કે, અમે આખો દિવસ ખેતર માં કામ કરતા હોઈએ છીએ અને મજૂરી કરતા હોઈએ છીએ, તો અમને દિવસે પંચાયતમાં આવવાનો ટાઈમ મળતો નથી. હવે રાત્રે પંચાયત ચાલુ થવાથી અમને ખૂબ સારો ફાયદો થશે. આ નિર્ણય અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણા રૂપ છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande