ગીર સોમનાથ, 5 ઓગસ્ટ (હિ.સ.) કોડીનાર ના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન ભાઈ વાઝા ના અધ્યક્ષ સ્થાને, પંચાયત મ અને મા પેટા વિભાગ કોડીનાર હસ્તકના કુલ ૯ રોડનું અંદાજિત રકમ રૂ.૨૧.૬૭ કરોડની રકમ ના ખાતમહૂર્ત કરવામાં આવેલછે. જેમાં આલીદર હરમડિયા રોડ, દેવળી થી મજેવડી રોડ, આલીદર થી પીછવા રોડ, પાંચ પીપળવાથી ચીખલી રોડ, ગીર દેવળી થી ચીડીવાવ રોડ, બોડીદર થી સોનપરા રોડ, રોણાજ થી પીછવી રોડ, આલીદર થી સનવાવ રોડ તથા મોટી ફાફણીથી સયાજી રાજપરા રોડ ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે આજુબાજુ ગામોના સરપંચ ઓ તેમજ ચૂંટાયેલા સભ્યઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા. અને ચૂંટાયેલા સરપંચો દ્વારા માનનીય ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન ભાઈ વાઝા, પી.એસ. ડોડીયા (ચેરમેન કે.ટી.સી બેંક કોડીનાર) શિવાભાઈ સોલંકી (ઉપપ્રમુખ કોડીનાર નગરપાલિકા) સુભાષભાઈ ડોડીયા (ચેરમેન માર્કેટિંગ યાર્ડ કોડીનાર) ભગવાનભાઈ પરમાર (માજી તાલુકા પ્રમુખ ભાજપ) દિલીપભાઈ મોરી (પ્રમુખ કોડીનાર તાલુકા ખરીદ વેચાણ સંઘ), જીતુભાઈ બારડ (કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ) અજયભાઈ પરમાર (પ્રમુખ કોડીનાર શહેર ભાજપ) તથા કે.વી .બારડ(પ્રમુખ જમીન વિકાસ બેંક કોડીનાર) નું સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસંગે તાલુકા ભરના આગેવાનો દ્વારા વિકાસના નવ કામો મંજૂર કરાવવા બદલ માનનીય દિનુભાઈ સોલંકી (માજી સંસદ સભ્ય ) તથા ડૉ. પ્રદ્યુમનભાઈ વાઝા નો આભાર માનવામાં આવ્યો. ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમનભાઈ વાઝા દ્વારા વિનમ્ર ભાવે સરકારના કામોમાં પોતે પ્રજાના પ્રતિનિધિ તરીકે વિકાસના કામો મંજૂર કરાવી રહ્યા છે જેમાં કોડીનાર વિધાનસભા મત વિસ્તારના લોકો નો લાગણીસભર આભાર વ્યક્ત કરેલ. આ પ્રસંગે આલીદર ગામના સરપંચ તથા માજી સરપંચ ઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની આભાર વિધિ દેવાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ