એડવાન્સ ઇંગલિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
ગીર સોમનાથ, 5 ઓગસ્ટ (હિ.સ.) શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા દિવસનો એડવાન્સ ઇંગલિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશ એકન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના ૮૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ ગ્રહણ કર્યો હતો. સંસ્કૃત પૃષ્ઠભૂમિ ધરાવતા બાળકોન
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા


ગીર સોમનાથ, 5 ઓગસ્ટ (હિ.સ.) શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા દિવસનો એડવાન્સ ઇંગલિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશ એકન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના ૮૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ ગ્રહણ કર્યો હતો. સંસ્કૃત પૃષ્ઠભૂમિ ધરાવતા બાળકોને અંગ્રેજી વિષયનો અભાવ ન રહી જાય તે હેતુથી સંસ્કૃતની સાથે અંગ્રેજી પણ સારી રીતે લખી, બોલી, વાંચી શકે તે હેતુથી સતત ચાર વર્ષેથી અંગ્રેજીની કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે. 2025 ના વર્ષમાં વિદ્યાર્થીને એડવાન્સ ગ્રામરના વિવિધ મુદ્દાઓ જેવા કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ, રિપોર્ટેડ સ્પીચ, એક્ટિવ - પેસિવ વોઇસ, સબ્જેક્ટ - વર્બ એગ્રીમેન્ટ, ઉપરાંત લેટર રાઇટીંગ, રિપોર્ટ રાઇટીંગ, અને એપ્લિકેશન રાઇટીંગ, વગેરે જેવા મુદ્દાઓ વિશે (14 કલાક) સાત ટીચિંગ સેશન્સ દરમિયાન વિવિધ એક્સપર્ટસ જેવા કે ડો. નિલેશે જોશી, ડો. સંજય ભૂત, ડો. યોગેશ રમાણી, ડો. રૂપા ડાંગર, ઉર્મિલા પરમાર, જેવા અનુભવી નિષ્ણાતો દ્વારા અધ્યયન કરવામાં આવ્યું સમગ્ર કાર્યશાળાનું સંયોજન અને સંચાલનની જવાબદારી ડો. ભગવતી ડાભી, આસિસ્ટન્ટ પ્રોફેસર અંગ્રેજી, એ નિભાવી. સમગ્ર આયોજન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાન્ત કુમાર સેનાપતિ, કુલસચિવ ડો. મહેશકુમાર મેત્રા, અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદકુમાર ઝા અને યુનિવર્સિટી સંચાલિત કોલેજના આચાર્ય ડો. નરેન્દ્રકુમાર પંડ્યાના માર્ગદર્શન હેઠળ કર્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande