જૂનાગઢ જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં ૧૨૬ સ્પર્ધકોએ ભાગ લીધો
જૂનાગઢ 5 ઓગસ્ટ (હિ.સ.) અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ (S.G.F.I.) ૨૦૨૫-૨૬ જિલ્લા કક્ષાની જૂનાગઢ શહેરની યોગ સ્પર્ધાનુ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીની કચેરી, જૂનાગઢ અને બીએપીએસ વિદ્યામંદિર, જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે બીએપીએસ વિદ્યામંદિર ખાતે યોજાઈ હતી.
જૂનાગઢ જિલ્લા કક્ષાની  યોગ  સ્પર્ધામાં

જૂનાગઢ 5 ઓગસ્ટ (હિ.સ.) અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ (S.G.F.I.) ૨૦૨૫-૨૬ જિલ્લા કક્ષાની જૂનાગઢ શહેરની યોગ સ્પર્ધાનુ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીની કચેરી, જૂનાગઢ અને બીએપીએસ વિદ્યામંદિર, જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે બીએપીએસ વિદ્યામંદિર ખાતે યોજાઈ હતી.

સ્પર્ધામાં અન્ડર ૧૪,૧૭ અને ૧૯ ( ભાઈઓ/બહેનો) ના વિભાગોમાં સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જૂનાગઢ શહેરની શાળાઓના જુદા જુદા વય જૂથમાં ૧૨૬ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અંડર-૧૪ ભાઈઓ અને બહેનોના વિભાગમાં ભુવા અંજલિ, દેવગણિયા આર્યન, અંડર- ૧૭ ભાઈઓ અને બહેનોના વિભાગમાં મિસવા ભાટૂ, જનક વિરાણી, તેમજ અંડર- ૧૯ બહેનોના વિભાગમાં રામ ખુશી એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ હતો.

તેમજ દરેક વય જૂથમાં ભાઈઓ અને બહેનોના વિભાગમાંથી પાંચ-પાંચ ખેલાડીઓ રાજ્યકક્ષાએ આગામી દિવસોમાં આયોજિત થનાર રાજય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની યોગાસન સ્પર્ધામાં ખેલાડીઓ જૂનાગઢ શહેરનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી મનીષભાઈ જીલડીયા વિશેષ મહેમાન તરીકે આ પ્રસંગે હાજરી આપી હતી. તેમજ જુદી જુદી શાળાના વ્યાયામ શિક્ષકો અને પંચો હાજર રહયા હતા. બીએપીએસ વિદ્યામંદિરના કન્વીનર દર્શનભાઈ વાઘેલા તેમજ પ્રીતિમાં કુશારી દ્વારા સમગ્ર સ્પર્ધાનું આયોજન કરી સ્પર્ધાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

 rajesh pande