જૂનાગઢ 5 ઓગસ્ટ (હિ.સ.) નારી વંદન સપ્તાહ અંતર્ગત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા મહિલા બાળ કચેરી, રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે ત્રીજા દિવસે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે મહિલા સ્વરોજગાર મેળા નું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતુ.
જેમાં સી.જી. સોજીત્રા,જિલ્લા મહિલા અને બાળ અધિકારી, પી.આર. મુછાળ, ડાયરેક્ટર આર સેટીભવન, બી.ડી.ભાડ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી, બળવંતભાઈ સોંદરવા ડી.એલ.એમ મિશન મંગલમ,દિપકભાઈ મોઢા પ્લેસમેન્ટ ઓફિસર રોજગાર કચેરી ,શ્રી શ્વેતાબેન કુકડીયા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મહિલા આઈ.ટી.આઈ,શ્રીરામભાઈ કટારીયા ,ડિસ્ટ્રીક કોર્ડીનેટર ઉદ્યોગ સાહસિકતા, શ્રી અંકુરભાઈ ગોહેલ, એલ.આઇ.સી(ડીઓ), સમન મોગલ કસ્ટમર એક્ઝિક્યુટિવ હાજર રહી મહિલાલક્ષી યોજનાઓ, મહિલા લોન,મહિલા સ્વરોજગાર લક્ષી, ઉદ્યોગો અને ધંધા રોજગાર વિશે જાણકારી આપવામાં આવી હતી.
રોજગાર કચેરી દ્વારા બોનાજા રિલાયન્સ નિકોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, ભારતીય જીવન વીમા નિગમ લિમિટેડને સાથે રાખી રોજગાર ઈચ્છુક મહિલાઓને પ્લેસમેન્ટ મળી રહે તે માટે ઇન્ટરવ્યૂ તથા માહિતી આપવામાં આવી હતી. સ્વાવલંબન દિવસ એ રોજગાર મેળવી સફળ થયેલી મહિલાઓ દ્વારા પોતાની સાફલ્યગાથાઓ સ્ટેજ પરથી રજૂ કરી અન્ય મહિલાઓને પ્રેરણા આપી હતી. સાથે સાથે વિવિધ ક્ષેત્રોમાં સફળ થયેલ મહિલાઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના તેમજ વહાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ તેમજ મોમેન્ટો વિતરણ કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ