જુનાગઢ 5ઓગસ્ટ (હિ.સ.) તાજેતરમાં ઈન્ડિયા ટુડે રેન્કીંગ્સ-૨૦૨૫ની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશની સરકારી યુનિવર્સિટીઓને વિવિધ માપદંડોનાં આધારે રેન્કિંગ આપવામાં આવેલ છે. જેમાં રેપ્યુટેશન એન્ડ ગવર્નન્સ, શૈક્ષણિક અને સંશોધન શ્રેષ્ઠતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લિવિંગ સવલતો, વ્યક્તિત્વ અને નેતૃત્વ વિકાસ, કારકિર્દી પ્રગતિ અને પ્લેસમેન્ટ, ઉદ્દેશ્ય અને જ્ઞાનાત્મક મૂલ્યાંકન જેવા વિવિધ પેરામીટર્સને ધ્યાને લેવામાં આવી હતી અને આ તમામ પેરામીટર્સને આધારે યુનિવર્સિટીઓનાં રેન્કિંગની ગણતરી કરવામાં આવી હતી. જે અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રથમ તેમજ સમગ્ર દેશમાં આવેલ સરકારી યુનિવર્સિટીઓમાં ત્રીસમો ક્રમાંક મેળવેલ છે, જે માટે ડૉ.વી.પી. ચોવટિયા કુલપતિએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં તમામ યુનિવર્સિટી અધિકારીઓ, આચાર્ય/ડીનઓ તેમજ સર્વે પ્રાધ્યાપકઓ/ અધિકારીઓ/કર્મચારીઓને ઉત્તકૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ