સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શહેર- જિલ્લાના આચાર્યો માટે 'વિશ્વગુરુ' ગુજરાતી ફિલ્મનો સ્પેશ્યલ શો યોજાયો
સુરત, 5 ઓગસ્ટ (હિ.સ.)- સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શહેર- જિલ્લાના આચાર્યો માટે ''વિશ્વગુરુ'' ગુજરાતી ફિલ્મનો સ્પેશ્યલ શો યોજી ફિલ્મ બતાવવામાં આવી હતી. પ્રોડ્યૂસર સતીશ પટેલ, શ્રી અતુલ સોનાર અને શ્રી શૈલેષભાઇ બોઘાણી દ્વારા દિગ્દર્શિત
Surat


સુરત, 5 ઓગસ્ટ (હિ.સ.)- સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શહેર- જિલ્લાના આચાર્યો માટે 'વિશ્વગુરુ' ગુજરાતી ફિલ્મનો

સ્પેશ્યલ શો યોજી ફિલ્મ બતાવવામાં આવી હતી. પ્રોડ્યૂસર સતીશ પટેલ, શ્રી અતુલ સોનાર

અને શ્રી શૈલેષભાઇ બોઘાણી દ્વારા દિગ્દર્શિત પહેલી ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી

વિશ્વગુરુ ફિલ્મ ભારતના વિસરાઈ જતા સંસ્કાર અને સંસ્કૃતિને ઉજાગર કરતી અને

યુવાધનને પાછા મૂળ સ્વરૂપમાં લાવવા માટે દિશાદર્શન કરે છે.

બાળકો, વિદ્યાર્થીઓ ભારતના

પ્રાચીન વારસાને યાદ રાખે અને તેમાંથી પ્રેરણા મેળવે એ આશયથી જિલ્લા શિક્ષણાધિકારી

ડો.ભગીરથસિંહ પરમાર અને પ્રોડ્યુસર સતીશ પટેલના સંયુકત આયોજન હેઠળ જહાંગીરપુરાના

સિનેઝા મલ્ટીપ્લેક્સમાં આચાર્યશ્રીઓ માટે વિશેષ સ્ક્રીનીંગ શો યોજી ફિલ્મ બતાવવામાં

આવી. કલાકારોના દમદાર અભિનયથી સજ્જ વિશ્વગુરુ ફિલ્મ અદ્દભુત દેશભક્તિ, આંતરરાષ્ટ્રીય

રાજનીતિ, ભારતીય મૂલ્યો અને

આદર્શોનો અત્યંત અસરકારક સંદેશો આપે છે, ત્યારે DEO કચેરી દ્વારા બાળકો, વિદ્યાર્થીઓને

સંસ્કારિત બનાવવા આ અનોખી પહેલ કરવામાં આવી હતી.

જિલ્લા

શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે આ પ્રસંગે જણાવ્યું કે, ફિલ્મ આંતરિક અવ્યવસ્થા સામે લડતા અને

યુવાધનને પતનના માર્ગે જતા અટકાવવા રાષ્ટ્રપ્રેમી નાગરિકો, નેતાઓના પ્રયાસોને રજૂ કરે છે, જેમને કેટલીય

મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેક સ્તરીય વ્યૂહરચના અને ઊંડાણપૂર્વકની સમગ્ર

વાર્તા શહેર-જિલ્લાના આચાર્યશ્રીઓને બાળકોના ઉત્થાન માટે અને બાળકોને વ્યસન તથા

કુટેવથી દૂર કરવા બાબતે અવશ્યથી પ્રેરણારૂપ બનશે એમ જણાવી શાળાઓના બાળકોને ફિલ્મ

બતાવવા અનુરોધ કર્યો હતો.

પ્રોડ્યુસર સતીશ

પટેલે કહ્યું કે, મુખ્યત્વે ચાર

બાબતો શિક્ષણ વ્યવસ્થા,

OTT પ્લેટફોર્મ પર સ્વસ્થ અને હકારાત્મક મુદ્દાઓ, ડ્રગ એડીક્શનનો વિરોધ અને પ્રાકૃતિક

ખેતીને પ્રોત્સાહન, આપણો અતુલ્ય

ધાર્મિક વારસો, ભારતની પ્રગતિ

રોકવા વિદેશી તત્વોની મેલી મુરાદ, રણનીતિનો નિષ્ફળ પ્રયાસ જેવા વિષયોની માર્મિક અને પ્રભાવી રજુઆત સમગ્ર

ફિલ્મમાં દર્શાવાઈ છે. આચાર્યોએ આ ફિલ્મનું

ભાવવાહી સંગીત, અસરકારક ચિત્રણ અને

કલાકારોનો જીવંત અભિનય માણ્યો હતો અને શાળાઓના બાળકોને પણ બતાવવાનો મત વ્યક્ત

કર્યો હતો.

આ પ્રસંગે નગર પ્રાથ.

શિક્ષણ સમિતિ-સુરતના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ કાપડિયા,

સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવી, શિક્ષણ નિરીક્ષકો

હિમાંશુભાઈ બારોટ, ડૉ. સંગીતા

મિસ્ત્રી, તેજલબેન રાવ, નરેન્દ્રભાઈ વસાવા, અધિકારીઓ, શાળા સંચાલકો અને

અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande