મહેસાણા જિલ્લામાં આંગણવાડીઓનું ફૂડ સેફટી એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન શરૂ
મહેસાણા, 8 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લામાં તમામ આંગણવાડીઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ગુરુવારથી શરૂ થઈ. જિલ્લાના ફૂડ સેફટી ઓફિસર જેજે પ્રજાપતિ, યુ.એચ. રાવલ અને તેમની ટીમે ખેરાલુ ખાતે કેમ્પનું આયોજન કરીને ત
મહેસાણા જિલ્લામાં આંગણવાડીઓનું ફૂડ સેફટી એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન શરૂ


મહેસાણા, 8 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લામાં તમામ આંગણવાડીઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ગુરુવારથી શરૂ થઈ. જિલ્લાના ફૂડ સેફટી ઓફિસર જેજે પ્રજાપતિ, યુ.એચ. રાવલ અને તેમની ટીમે ખેરાલુ ખાતે કેમ્પનું આયોજન કરીને તાલુકાની તમામ આંગણવાડીઓનું રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું. આ અભિયાન ઇટ રાઈટ મહેસાણા મૂવમેન્ટ અંતર્ગત હાથ ધરાયું છે. આગામી દિવસોમાં જિલ્લાનાં અન્ય તાલુકાઓમાં પણ આવા કેમ્પ યોજીને બધી આંગણવાડીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

રજીસ્ટ્રેશન બાદ તમામ આંગણવાડી કાર્યકર્તાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ હેઠળ તાલીમ આપવામાં આવશે, જેમાં કુપોષણ ઘટાડવા ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટીફાઇડ મીઠાના મહત્તમ ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande