આર્યકન્યા ગુરુકુલની 300 દીકરીઓએ યજ્ઞોપવીત ધારણ કરી
પોરબંદર, 9 ઓગસ્ટ (હિ.સ.)રાજરત્ન નાનજી કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ્ર સંચાલિત આર્ય કન્યા ગુરૂકુળમા, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણી પૂનમના દિવસે ગુરૂકુળની દિકરીઓ નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી. પોરબંદરના આરે કન્યા ગુરુકુળમાં વિદ્યાર્થીની
આર્યકન્યા ગુરુકુલની 300 દીકરીઓએ યજ્ઞો પવીત ધારણ કરી.


આર્યકન્યા ગુરુકુલની 300 દીકરીઓએ યજ્ઞો પવીત ધારણ કરી.


આર્યકન્યા ગુરુકુલની 300 દીકરીઓએ યજ્ઞો પવીત ધારણ કરી.


આર્યકન્યા ગુરુકુલની 300 દીકરીઓએ યજ્ઞો પવીત ધારણ કરી.


આર્યકન્યા ગુરુકુલની 300 દીકરીઓએ યજ્ઞો પવીત ધારણ કરી.


પોરબંદર, 9 ઓગસ્ટ (હિ.સ.)રાજરત્ન નાનજી કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ્ર સંચાલિત આર્ય કન્યા ગુરૂકુળમા, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણી પૂનમના દિવસે ગુરૂકુળની દિકરીઓ નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી.

પોરબંદરના આરે કન્યા ગુરુકુળમાં વિદ્યાર્થીનીઓએ યજ્ઞનો પવિત એટલે કે જનોઈ ધારણ કરી હતી અને પોતાના ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ છે, તેમાંથી એક છે યજ્ઞોપવિત એટલે કે સંસ્કાર. યજ્ઞોપવિત સંસ્કારનું માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહી પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ઘણું મહત્વ છે. પ્રાચીનકાળમાં જનોઈ ધારણ કર્યા પછી જ બાળકને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર મળતો હતો. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ વૈદિક વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરીને બહેનોને પણ જનોઈ પહેરવાનો અધિકાર આપ્યો છે, એવો વેદ સંદેશ આપ્યો .

રક્ષાબંધનના અને નારિયેળી પૂનમ નિમિત્તે જનોઈ બદલવામાં આવે છે. આજના દિવસે વૈદિક અને ધાર્મિક વિધિથી જનોઈ બદલવામાં છે.બ્રાહ્મણો અને પુરૂષો સામન્ય રીતે જનોઈ ધારણ કરતા હોય છે, પરંતુ ગુરૂકુળમાં દિકરીઓ પણ જનોઈ ધારણ કરે છે અને છેલ્લા 88 વર્ષથી આ પરંપરા ચાલ આવે છે.પોરબંદરના આર્યકન્યા ગુરુકુળમાં યુવતીઓ ધન્યતાની લાગણી અનુવભે છે. ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ રંજનબેન મજીઠીયાના જણાવ્યા અનુસાર, આજે 300 જેટલી દિકરીઓએ જનોઈ ધારણ કરીને હિન્દુ સંસ્કૃતિનું સિંચન કર્યું છે. પોરબંદરના શેઠ નાનજી કાલિદાસ મહેતા અને પુત્રી સવિતા દીદી સ્થાપિત આર્યકન્યા ગુરુકુળમાં આઠ દાયકાથી દીકરીઓને અભ્યાસ કરાવાય છે અને તેમનામાં આર્ય સંસ્કૃતિનું સિંચન કરવામાં આવે છે.

અહીં અભ્યાસ કરતી દીકરીને ધર્મ, અભ્યાસ અને સામાજિક પ્રવૃત્તિનું શિક્ષણ આપવામાં આવે છે, સાથે સાથે ધર્મ સમાજમાં કેવી રીતે વ્યવહારું બનવું તેનું પણ મહત્વ સમજાવવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande