પોરબંદર, 9 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના સ્થાપના દિવસ અંતર્ગત પોરાઈ માતાજીના મંદિરે મહા આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વાતંત્ર્ય દિન તથા પોરબંદરના સ્થાપના દિવસ 2025 અંતર્ગત વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે પોરબંદરનું નામ જેમના ઉપરથી પડ્યું તે પોરાઈ માતાજીના મંદિરે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં પોરાઈ માતાજીના મંદિરે મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોરબંદરના સ્થાપના દિવસ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહા આરતી સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. પોરાઈ માતાજીના મંદિરે ભાગ્ય વિજય હિંમત લાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિ તેમજ ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિરવભાઈ દવે, ધવલભાઈ જોશી સહિત અગ્રણીઓ પણ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya