પોરબંદર, 9 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ સહિતનાં આયોજનો કરવામાં આવી રહ્યા છે જે અંતગર્ત પોરબંદર એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું.પોરબંદર બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને પ્રવાસીઓને સફાઈ બાબતે જાગૃતિ કરવામાં આવ્યા હતાં આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ ચેતનાબેન તિવારી, પોરબંદર મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર હસમુખ પ્રજાપતિ,પોરબંદર ડેપો મેનેજર પી બી મકવાણા સહિતના અધિકારી કર્મચારી તેમજ નગરપાલિકાનાં અધિકારીઓ નગરપાલિકાના કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya